Subscribe Us

લેડી સિંઘમ PSI અલ્પાબા પી.ડોડીયાની જીવનસંઘર્ષ ગાથા

આ તસવીર છે અમરેલી જીલ્લાના સાવરકુંડલા રૂરલ PSI અલ્પાબા પી.ડોડીયાની ત્યારે આજે વાત કરવી છે તેમના જીવનસંઘર્ષ વિશે...
ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના સીમાર ગામે કારડીયા રાજપૂત જ્ઞાતિના મધ્યમ ખેડૂત પરિવારના ઘરે જન્મેલા અલ્પાબા નાનપણથી જ ખૂબ તેજસ્વી હતા અને ગ્રામ્ય કક્ષાએ સાયન્સ ભણી ઉચ્ચ અભ્યાસ અર્થે જૂનાગઢ આવે છે અને B.Sc.B.Ed.ની ડીગ્રી પ્રાપ્ત કરી કચ્છ જિલ્લામાં શિક્ષિકા તરીકે નોકરી મેળવે છે એ દરમિયાન પરિવારનું યોગ્ય માર્ગદર્શન મળતાં અને વધુ દેશસેવા અર્થે પોલીસ સબ ઇન્સ્પેક્ટરની પરીક્ષા પાસ કરી જરૂરી ટ્રેનિંગ મેળવી ચોરવાડ (માંગરોળ) ખાતે PSI તરીકે નિયુક્ત થાય છે અને ખૂબ ટૂંકા ગાળામાં આ વિસ્તારમાં ગુનાખોરી અટકાવવા સફળ પણ રહે છે. ખાતાકીય બદલી થતાં તેમની બદલી રોકવા આ વિસ્તારમાં લોકો સ્વંયભુ સજ્જડ બંધ પાળે છે અને નારીશક્તિનું યોગ્ય સન્માન કરી વિદાય આપે છે અને ત્યારબાદ અલ્પાબા આવે છે અમરેલી જીલ્લાના રાજુલામાં ઈન્ચા.PI તરીકે...
રાજુલા વિસ્તારમાં ખૂબ ટૂંક સમયમાં ઉમદા કામગીરી કરી લોકોની ભવ્ય પ્રસંશા મેળવી એક નવી ઇમેજ બનાવે છે અને ત્યારબાદ વહીવટી કારણોસર બદલી થતાં સાવરકુંડલા રૂરલ PSI તરીકે નિયુક્તિ પામે છે અને છેલ્લા એક વર્ષથી સાવરકુંડલા વિસ્તારમાં શ્રેષ્ઠ કામગીરી કરી રહ્યા છે અને લોકચાહના મેળવી રાષ્ટ્રધર્મને સર્વોપરી સમજી દેશની સુરક્ષા કરવામાં ક્યાંય પાછી પાની નથી કરી એવા લેડી સિંઘમ અને દેશના ઝાંબાઝ પોલીસ ઓફીસર માન.અલ્પાબા પી.ડોડીયાને આપણે સૌ કોઈ સાથે મળી બિરદાવીએ અને અભિનંદન આપીએ...
માં સોનબાઈ, અલ્પાબાનું ઉજ્જવળ ભવિષ્ય નિર્માણ કરે અને દેશસેવા કરવાની ખૂબ શક્તિ આપે એજ પ્રાર્થના સાથે...
જય હિન્દ, વંદે માતરમ્
જય હો સોનબાઈ
કાળુભાઈ વાઘ (રાજુલા-અમરેલી)
મો.9979523520

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ