વન્ય પ્રાણીઓ દ્વારા ખેડુતોના પાકને નુકશાન થતું અટકાવવા ખેતરની ફરતે લોખંડના કાંટાળા તારની વાડની યોજના  


રૂ. ૨૦૦ પ્રતિ રનીંગ મીટર અથવા ખરેખર થનાર ખર્ચના ૫૦% બે માંથી જે ઓછું હોઈ તે મુજબ સહાય રાખવાનું રહેશે.

યોજના હેઠળ ચુકવવાપાત્ર સહાય બે તબક્કામાં ચુકવવામાં આવશે. પ્રથમ તબક્કામાં ખેડૂતો દ્વારા થાંભલા ઉભા કર્યાની ચકાસણી કર્યા બાદ ૫૦% સહાયની( રૂ. ૧૦૦ પ્રતિ રનીંગ મીટર દીઠ અથવા થનાર ખર્ચના ૫૦% બે માંથી જે ઓછુ હોય તે) ચુકવણી કરવામાં આવશે અને બીજા તબક્કાની ચુકવવા પાત્ર ૫૦% સહાય ( રૂ. ૧૦૦ પ્રતિ રનીંગ મીટર દીઠ અથવા થનાર ખર્ચના ૫૦% બે માંથી જે ઓછુ હોય તે) સંપૂર્ણ કામગીરી પૂર્ણ થયા બાદ ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લિ. દ્વારા નિમાયેલ થર્ડ પાર્ટીનો જી.પી.એસ લોકેશન ટેગીંગ સહિતનો ઇન્સ્પેકશન રિપોર્ટ મળ્યા બાદ ચુકવણી કરવામાં આવશે .
  

 ફોર્મ ભરવાની તારિખ તા 30/12/2020 થી 31/01/2021 સુધી