આ તસવીરોમાં રહેલી દીકરી ભૂમિકા બુધાભાઈ વાઘ અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના જોલાપુર ગામની છે. ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા ડીડી ગિરનાર પર હાલ બધા જ ધોરણ માટે શિક્ષણનો એપિસોડ પ્રસારિત કરવામાં આવે છે અને એપિસોડના અંતે એક પ્રશ્ન પૂછવામાં આવે છે ત્યારે આ દીકરી ભૂમિકા વાઘ (ધો.7) દ્વારા સાચા જવાબ આપી સમગ્ર ગુજરાતમાં ત્રીજા નંબરે આવી આહીર સમાજ, જોલાપુર ગામ અને સમગ્ર ગુજરાત સહિત અમારું સૌ કોઈનું ગૌરવ વધાર્યું છે તે માટે આજે આ દીકરી ભૂમિકા વાઘ અને તેમના પરિવારને મળવાનું સદભાગ્ય મળ્યું હતું....
શિક્ષિકા બનવાની ઈચ્છા ધરાવતી આ દીકરાના પિતા પાસે એક પણ વીઘો જમીન નથી અને મજૂરીકામ કરી ગુજરાન ચલાવે છે ત્યારે આ દીકરીને આજે આપણાં ઓનલાઈન ડોનેશન ફંડમાંથી જરૂરી મદદ કરી હતી અને ભવિષ્યમાં તેમના શિક્ષણ માટે જે કંઈ ખર્ચ થશે તે આપણાં શિરે લેવાની તૈયારી કરી લીધી છે. ફક્ત બે દિકરીઓ જ ધરાવતા આ પરિવારના માતા જયારે મારી સામે આવ્યા ત્યારે આંખોમાં આંસુ સાથે પોતાના દુઃખની વાત કરી હતી.બધી જ સત્યઘટના મારી અને આ ગામના મારા પરમ મિત્ર વિરાભાઈ વાઘ સામે બની રહી હતી ત્યારે આ આહીર પરિવારના ચા-પાણી પીને જરૂરી માર્ગદર્શન-આશ્વાસન આપી અમે વિદાય લીધી હતી અને વિરાભાઈના ઘરે આવીને કોફી પીને જોલાપુર ગામમાંથી વિદાય લીધી એ સમયે રસ્તામાં મને આહીરાણીના આસું સામે દેખાઈ આવ્યા એટલે મારી જાતને પણ રોકી ના શક્યો હતો અને આંખોમાં આંસુ સાથે માં સોનબાઈને પ્રાર્થના કરી કે "હે માં સોનબાઈ, આ પરિવારના ભાગ્યનું દુઃખ મને આપી દેજે પરંતુ મારા ભારત દેશની કોઈ દીકરીના આંખોમાં દુઃખના આંસુ ક્યારેય આવવા ના દેતી"
મિત્રો, મને માં સોનબાઈ ઉપર ભરોસો છે ત્યારે એટલું ચોક્કસ કહું છું કે આવતી કાલનો સૂરજ આ પરિવાર માટે કંયિક અલગ ઉગવાનો છે ત્યારે આ દીકરી ભૂમિકા વાઘ અને તેમના પરિવારના સુખાકારી જીવન માટે અને ઉજ્જવળ ભવિષ્ય માટે માં સોનબાઈના ચરણોમાં પ્રાર્થના કરું છું. આ તકે આજના દિવસે મારી સાથે રહી આપણાં સતકાર્યમાં સહભાગી થવા માટે પરમ મિત્ર વિરાભાઈ વાઘનો સહૃદય આભાર વ્યક્ત કરું છું. માં સોનબાઈ આપણને સૌને સદૈવ ખૂશ રાખે અને સતકર્મ કરવાની ખૂબ શક્તિ આપે એજ પ્રાર્થના સાથે...
જય હો સોનબાઈ
કાળુભાઈ વાઘ (રાજુલા-અમરેલી)
મો.9979523520