Subscribe Us

ગૌમાતા અને આહીર રેજીમેટ માટે આહીર અર્જુન આંબલીયા દ્વારા દિલ્લી જંતર,મંતર ચાલતા અનિશ્ચિત સમય ધરણા ને રાષ્ટ્રીય કરણી સેના નું જાહેર સમર્થન

ગૌમાતા ને રાષ્ટ્રમાતા નો દરજ્જો આપવામાં આવે અને ભારતીય સેનામાં જાતિ ના નામ થી રેજીમેંટો છે એવી રીતે સેનામાં આહીર રેજીમેંટ ની સ્થાપના કરવામાં આવે તે માટે 11 જાન્યુઆરી 2021 થી આહીર એક્તા મંચ ગુજરાત ના સ્થાપક આહીર અર્જુન આંબલિયા દિલ્લી જંતર - મંતર ખાતે અનિશ્ચિત સમય સુધી ધરણા પર છે..
ત્યારે ગઈકાલે 12ફેબ્રુ. એ ટિમ દ્વારા અમદાવાદ ખાતે રાષ્ટ્રીય કરણી સેના ગુજરાત ના અધ્યક્ષ શ્રી રાજ શેખાવત જી સાથે મુલાકાત કરવામાં આવી. જેમાં રાષ્ટ્રહિત ની માંગો માં રાષ્ટ્રીય કરણી સેના એ જાહેર સમર્થન આપ્યું છે.
          આ લડત ને દરેક સમાજો,સંસ્થાઓ, સંપ્રદાયો, સંગઠનો જાહેર સમર્થન કરી રહ્યા છે ત્યારે આ લડત વિકરાળ સ્વરૂપ ના લે એ પહેલાં સરકાર શ્રી એ વિચારવું જોઈએ તેવું ટિમ ના ભાઈઓ એ જણાવ્યું હતું.

ભરત લાખણોતરા ખાંભા

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ