વડાપ્રધાન નરેન્દ્ર મોદીવર્ષ 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધના 50 વર્ષ પૂરા થવાના અવસર પર આજે રાજધાની દિલ્હી સ્થિત રાષ્ટ્રીય સમર સ્મારકની અમર જ્યોતિ થી સ્વર્ણિમ વિજય મશાલ પ્રજ્વલિત કરશે. રક્ષા મંત્રાલય તરફથી જાહેર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે રાષ્ટ્રીય સમર સ્મારક પર સતત પ્રજ્વલિત રહેતી જ્યોતિથી ચાર વિજય મશાલ પ્રજ્વલિત કરવામાં આવશે તથા તેને 1971 યુદ્ધના પરમવીર ચક્ર અને મહાવીર ચક્ર વિજેતાઓના ગામો સહિત દેશના વિવિધ ભાગોમાં લઈ જવામાં આવશે.

નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ વિજેતાઓના ગામોની સાથોસાથ 1971ના યુદ્ધ સ્થળોની માટીને નવી દિલ્હીના રાષ્ટ્રીય યુદ્ધ સ્મારકમાં લાવવામાં આવશે. નોંધનીય છે કે 16 ડિસમ્બર ભારતમાં વિજય દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે પાકિસ્તાનની વિરુદ્ધ 1971માં ભારતને જીત મળી હતી અને એક દેશના રૂપમાં બાંગ્લાદેશ અસ્તિત્વમાં આવ્યો હતો. રક્ષા મંત્રાલયે પોતાના નિવેદનમાં કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રીય સમર સ્મારક પર રાત-દિવસ પ્રજ્વલિત રહેનારી જ્યોતિથી વિજય મશાલ પ્રજ્વલિત કરશે.

બીજી તરફ, વડાપ્રધાન મોદી 17 ડિસેમ્બરે બાંગ્લાદેશી વડાંપ્રધાન શેખ હસીના સાથે ડિજિટલ માધ્યમથી શિખર મંત્રણા કરશે. બંને નેતા દ્વીપક્ષીય સંબંધોના સંપૂર્ણ મુદ્દાઓ પર વ્યાપક ચચર્િ કરશે. વિદેશ મંત્રાલય દ્વારા જાહેર નિવેદન અનુસાર, બંને નેતાઓની વચ્ચે મંત્રણાના કેન્દ્રમાં કોવિડ-19 બાદ સહયોગને વધુ મજબૂત બનાવવા અંગે પણ ચર્ચશે.