મિત્રો ઘણા લોકોને કમર અને પગનો ભયંકર દુઃખાવો રહેતો હોય છે. ખાસ કરીને મહિલાઓને આ સમસ્યા સતાવતી હોય છે. આ દુઃખાવો ખુબ જ અસહનીય હોય છે. જે લોકોને પગ અને કમરનો દુઃખાવો હોય છે તે લોકો બરાબર ચાલી પણ નથી શકતા તેમજ વાંકા પણ વળી શકતા નથી.
આજે અમે એવા બે આસનો જણાવવા જઈ રહ્યા છીએ. જે તમારા કમરથી લઈને પગ સુધીના દુખાવાને દુર કરશે. માત્ર 15 દિવસમાં જ તમને દુખાવામાં રાહત જોવા મળશે. આ યોગાસન તમે સવારે ઉઠ્યા બાદ તમારી પથારી પર સુતા સુતા કરી શકો છો. આ યોગાસનની વીધી ધ્યાનથી વાંચજો તેમજ તેમાં ધ્યાનમાં રાખવા જેવી બાબતો પણ ખાસ વાંચજો.
પગનો દુઃખાવો દુર કરવા માટે કરો ઉત્તાનપાદાસન 
પગનો દુઃખાવો દુર કરવા માટે સૌથી પહેલા જરૂરી છે કે પોતાને માનસિક રૂપે શાંત કરવું. ત્યાર બાદ પથારી પર કમરના બળે સીધા સુઈ જવું. પોતાના શ્વાસ પર ધ્યાન આપવું. શરીરમાં થતા દુઃખાવાની તરંગોનો અનુભવ કરવો. ત્યાર બાદ હાથને સીધા રાખવા અને હથેળી આકાશ તરફ રાખવાની છે.
હવે ધીમે ધીમે બંને પગને ઉપરની તરફ લઇ જવા. જયારે તમે પગને ઉપરની તરફ લઇ જાવ છો ત્યારે શ્વાસ અંદરની તરફ ખેંચવો. જેટલી વાર સુધી તમે રોકાઈ શકો ત્યાં સુધી આ સ્થિતિમાં રહેવું. ( આ સ્થિતિમાં જ્યાં સુધી ક્ષમતા હોય ત્યાં સુધી જ રહેવું. પરાણે શરીર પર દબાણ રાખીને આ સ્થિતિમાં રહેવું નહિ.)
ત્યાર બાદ શ્વાસ છોડતા છોડતા બંને પગને એકસાથે નીચે લાવવા. જો તમને આ આસન કરવામાં તકલીફ થાય છે તો તમારે દીવાલનો ટેકો લઈને પગને ઉપર ઉઠાવવા અને દીવાલના ટેકે તે સ્થિતિમાં રહેવું. 
શરૂઆતમાં આ પ્રક્રિયા 5 મિનીટ સુધી અથવા તો જ્યાં સુધી કરી શકો ત્યાં સુધી કરવી. ત્યાર બાદ ધીમે ધીમે સમયની માત્રા  વધારવી. આ આસન કરવાથી પગની નસો છૂટી પાડવા લાગશે અને દુઃખાવો દુર થઇ જશે.
કમરનો દુખાવો દુર કરવા માટે કરો આ સલંબ ભુજંગાસન 
આ આસન માટે સૌ પ્રથમ તમારી પથારી પર પેટના બળે સુઈ જવું. બંને હાથને આગળની તરફ સીધા રાખવા. અને હથેળીને જમીનની તરફ રાખવી. હવે બંને કોણીને વાળીને બંને ખભા સમાંતર રહે તે રીતે રાખવા. હવે બંને કોણી પર શરીરના વજનનું દબાણ આપતા આપતા છાતીના ભાગને ધીમે ધીમે આરામથી ઉપરની તરફ ઉઠાવવો.  આ અવસ્થામાં એક ખાસ વાતનું ધ્યાન રાખવું. આ સ્થિતિમાં કમર પર વધારે દબાણ આપવું નહિ.
આ અવસ્થામાં થોડી વાર સુધી રહેવું ત્યાર બાદ છાતી અને દાઢીને જમીન પર રાખી સુઈ જવું.  હવે ફરી પાછો છાતીનો ભાગ કોણી પર દબાણ રાખીને ઉપર ઉઠાવવો. અને ફરી પાછા ધીમે ધીમે છાતી અને મોંના ભાગને જમીન પર લાવવા. આ રીતે આ પ્રક્રિયા શરૂઆતમાં 3 થી 4 વખત જ કરવી ત્યાર બાદ ધીમે ધીમે કાઉન્ટ વધારતો જવાનો છે. વધુમાં વધુ 50 વખત સુધી કરી શકો છો. તેનાથી વધારે વખત કરવી નહિ. નિયમિત આ બંને આસન કરવાથી ઝડપથી કમરથી લઈને પગ સુધીનો દુઃખાવો દુર થશે. 
જે લોકોએ શરીરમાં કોઈ સર્જરી કે ઓપરેશન કરાવ્યું છે તેમણે આ આસન કરવા નહિ. આ ઉપરાંત આસન ધીમે ધીમે કરવા એક સ્થિતિમાંથી બીજી સ્થિતિમાં આવો છો ત્યારે જાળવીને ધીમે ધીમે આવવું. શરીરને કોઈ જટકો ન લાગે તેનું ખાસ ધ્યાન રાખવું. આ ઉપરાંત જે લોકોને કમર અને પગનો દુઃખાવો છે તેમણે જ્યાં સુધી દુઃખાવો દુર ન થાય ત્યાં સુધી કોઈ ભારે વજન ઉંચકવો નહિ. નહિ તો દુઃખાવો વધી શકે છે. શરૂમાં આ આસનો ફક્ત 1-5 મિનીટ જ કરવા. 

આવી બેસ્ટ જાણકારી માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરો.જેથી આવા બીજા મહત્વના લેખ તમને મળી શકે. આ પોસ્ટને લાઈક કરી લેજો. આ માહિતી કેવી લાગી તે અમને કોમેન્ટ કરીને જરૂર જણાવો. હવે મળીશું આવતા બેસ્ટ આર્ટીકલ સાથે. – ધન્યવાદ.