Subscribe Us

આ યુવતીએ ભૂખ્યા રહ્યા વગર જ ઉતાર્યું 55 કિલો વજન, બધાને લાગુ પડે એવી ટિપ્સ વાંચો

વડોદરા શહેરની એક મહિલાએ દિવસમાં 6 વખત ખાઈને 55 કિલો જેટલું પોતાનું વજન ઘટાડ્યું છે. આટલું જ નહિ, પરંતુ એને મિસિસ ઇન્ડિયા કવીન ઓફ સબસ્ટેન્સમાં સેકન્ડ રનરઅપનો ખિતાબ પણ મેળવ્યો છે.
એ વર્ષ પહેલા મેઘા ઇંજીનિયરનું વજન 110 કિલો હતું, પુરુષાર્થ અને તનતોડ મહેનત પછી એને પોતાનું વજન 55 કિલો ઘટાડી દીધું.આ સ્પર્ધામાં કુલ 45 મહિલાઓ સામેલ હતી જેમાં સુંદરતા, ટેલેન્ટ, બુદ્ધિમત્તા અને કમ્પૅશનના આધાર પર વિજેતા ઘોષિત કરવામાં આવે છે.
આ વિષે વાત કરતા મેઘા કહે છે કે મેં ભૂખ્યા રહયા વગર પોતાનું વજન ઘટાડ્યું છે. હું આખા દિવસમાં 5 થી 6 વાર ખાવાનું ખાઉં છું, પરંતુ મારુ ભોજન હેલ્ધી હોય છે, હું તળેલી વાનગીઓ ખાવાનું ટાળું છું. આખા દિવસમાં હું 4 થી 5 લીટર પાણી પીવું છું.
ડાયટ અને કસરતથી ઘટાડ્યું વજન 
મેઘા કહે છે કે મારી ડાયટમાં કાર્બોહાઇડ્રેટ, પ્રોટીન અને વેજીટેબલનો સમાવેશ થાય છે. દિવસમાં દોઢ કલાક કસરત કરું છું. જેમાં પણ કાર્ડિયો અને વેટ ટ્રેનિંગ કરું છું. હવે હું બીજાને પણ વજન ઘટાડવા માટેની ટિપ્સ આપું છું.

જુવો કેવી દેખાય છે મેઘા 55 કિલો વજન ઘટાડ્યા પછી: 
બે વર્ષ પહેલા હતી 110 કિલોની, હવે છે ફક્ત 55 કિલો વજન.
મિસિસ ઇન્ડિયા કવીનના રનરઅપનો ખિતાબ જીતી ચુકી છે.
દિવસભરમાં પીવે છે 4 થી 5 લીટર પાણી.ડાયટમાં કાર્બોહાઇડ્રેટ, પ્રોટીન અને વેજીટેબલનો સમાવેશ થાય છે.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય Jaheratpoint.com લીંક શેર કરો.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ