તે વાતમાં બિલકુલ બેમત નથી કે સચિન તેંડુલકર, મહેન્દ્રસિંહ ધોની, કપિલ દેવ, હરભજન સિંહ સહિત તમામ ક્રિકેટ ખેલાડીઓએ ભારતીય ક્રિકેટને એક અલગ ઊંચાઈ પર પહોંચાડેલ છે. આ બધા ક્રિકેટર્સ ક્રિકેટની દુનિયામાં પોતાની એક અલગ છાપ છોડી ગયા છે, પરંતુ તમને જાણીને આશ્ચર્ય થશે કે અમુક ખેલાડી ક્રિકેટની સાથે સાથે એક અન્ય સરકારી જવાબદારી પણ નિભાવે છે. તો આજે અમે તમને અમારા આ આર્ટીકલમાં ક્રિકેટનાં ખેલાડીઓની અન્ય જવાબદારીઓ વિશે જણાવવાના છીએ.
સચિન તેંડુલકર (ગ્રુપ કેપ્ટન – ઇન્ડિયન એર ફોર્સ)
ધ ગોડ ઓફ ક્રિકેટ એટલે કે સચિન તેંડુલકર તે વ્યક્તિ છે, જેને દેશવાસીઓ આજે પણ સૌથી વધારે પ્રેમ કરે છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ૧૦૦ સેન્ચ્યુરી બનાવનાર સચિનની સફળતાઓને શબ્દોમાં વર્ણવી મુશ્કેલ છે. વળી સચિનની શાનદાર ક્રિકેટ કારકિર્દીને ધ્યાનમાં રાખીને ૨૦૧૦માં ઈન્ડિયન એરફોર્સે તેમને ગ્રુપ કેપ્ટનની ઉપાધિ આપવામાં આવી હતી.
કપિલ દેવ (લેફ્ટિનેન્ટ કર્નલ – ઇન્ડિયન આર્મી)
કપિલ દેવની કેપ્ટનશીપમાં ભારતીય ક્રિકેટ ટીમ પહેલી વખત વર્ષ ૧૯૮૩માં વર્લ્ડકપ જીતવામાં સફળ રહી હતી. તેમના યોગદાન માટે ઈન્ડિયન આર્મીએ વર્ષ ૨૦૦૮માં તેમને લેફ્ટિનેન્ટ કર્નલ પદની જવાબદારી આપી હતી. એટલું જ નહીં કપિલ દેવને વર્ષ ૨૦૧૯માં હરિયાણા સ્પોર્ટસ યુનિવર્સીટીના ચાન્સેલર પણ નિયુક્ત કરવામાં આવ્યા છે.
એમએસ ધોની (લેફ્ટિનેન્ટ કર્નલ – ભારતીય સેના)
ભારતીય ક્રિકેટ ટીમનો સૌથી સફળ કેપ્ટન માંથી એક એમએસ ધોની કેપ્ટનશીપમાં ભારતે ટી-૨૦ વર્લ્ડકપ થી લઈને વન-ડે વિશ્વકપ પોતાના નામે કર્યો છે. ધોનીએ ક્રિકેટમાં તો હોશિયાર છે, પરંતુ તેઓ બાળપણમાં આર્મીમાં જવાનો શોખ રાખતા હતા. તેવામાં જ્યારે તેમણે ભારતીય ક્રિકેટ ટીમને ઊંચાઈઓનાં શિખર પહોંચાડી દીધી તો ધોનીનું આર્મીમાં જવાનું સપનું પણ પૂરું થયું હતું. જણાવી દઈએ કે ધોનીને વર્ષ ૨૦૧૫માં ભારતીય સેનાના લેફ્ટિનેન્ટ કર્નલ નિયુક્ત કરવામાં આવ્યા હતા. ત્યારથી જ્યારે પણ ધોની પાસે ફ્રી ટાઇમ હોય છે, તેઓ ભારતીય સેનાના જવાનોની સાથે સમય પસાર કરવાનું પસંદ કરે છે.
હરભજન સિંહ (ડીએસપી – પંજાબ પોલીસ)
ઇન્ડિયાનાં ટર્મીનેટર હરભજન સિંહ દુનિયાનાં સૌથી સફળ ઓપનર માંથી એક છે. તેમણે પોતાની ફિરકી બોલિંગથી દુનિયાના મોટા મોટા બેટ્સમેનને ફસાયેલા છે. ટેસ્ટમાં હરભજને ૭૦૦થી વધારે વિકેટ લીધેલી છે. આ યોગદાન માટે પંજાબ પોલીસે તેમને ડીએસપી બનાવેલ છે.
યજુવેન્દ્ર ચહલ (ઇન્સ્પેક્ટર – ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ)
ભારતીય ક્રિકેટ ટીમના મશહૂર લેગ સ્પિનર યજુવેન્દ્ર ચહલે ખૂબ જ નાની ઉંમરમાં તે સ્થાન પ્રાપ્ત કરી દીધું છે, જે દરેક માટે સપનું હોય છે. ફિરકીનાં જાદુગરે આંતરરાષ્ટ્રીય સ્તર પર પોતાની બોલિંગથી પ્રશંસા મેળવી છે. પરંતુ કદાચ તમે નહીં જાણતા હોય કે યજુવેન્દ્ર ચહલને ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટમાં ઇન્સ્પેક્ટરની પોસ્ટ આપવામાં આવેલી છે. જણાવી દઈએ કે યજુવેન્દ્ર ચહલ ક્રિકેટ સિવાય ચેસ માટે પણ નેશનલ ચેમ્પિયન રહી ચૂક્યા છે.
ઉમેશ યાદવ (આસિસ્ટન્ટ મેનેજર – ભારતીય રિઝર્વ બેંક)
ઝડપી બોલર ઉમેશ યાદવ પણ આ લિસ્ટમાં સામેલ છે. ઉમેશ પાછલા ઘણા વર્ષોથી ભારતીય ઝડપી બોલરની મહત્વની ભૂમિકા નિભાવે છે. તેમણે ઘણી મેચ પોતાના દમ પર જીત અપાવેલી છે. ઉમેશ ક્રિકેટમાં આવતા પહેલા સરકારી નોકરીમાં જવા માંગતા હતા, પરંતુ નસીબને કંઈક અલગ જ મંજૂર હતું. જોકે તેમનું સરકારી નોકરી કરવાનું સપનું ત્યારે પૂરું થયું, જ્યારે વર્ષ ૨૦૧૭માં ભારતીય રિઝર્વ બેંક દ્વારા ઉમેશ યાદવને ક્રિકેટમાં તેમના યોગદાન માટે આસિસ્ટન્ટ મેનેજરનું પદ આપવામાં આવ્યું.
જોગિન્દર શર્મા (ડીસીપી – હરિયાણા પોલીસ)
૨૦૦૭ ટી-૨૦ વિશ્વકપ વિજેતા ટીમના મહત્વના સભ્ય રહેલા જોગિન્દર શર્માને વળી કોણ ભૂલી શકે છે. પાકિસ્તાન વિરુદ્ધ ફાઇનલ મેચ ફાઇનલ ઓવરમાં જબરજસ્ત બોલિંગ કરીને તેમને વિશ્વકપ અપાવનાર હવે ક્રિકેટમાં એક્ટિવ નથી. તેઓ હવે હરિયાણા પોલીસમાં ડીસીપીનાં પદ પર કાર્યરત છે.