આપણી અત્યાર ની લાઈફ સ્ટાઇલ માં ઘણા લોકો પોતાની મરજી મુજબ જીવતા હોય છે, એટલે કે દિવસ રાત નું જે ચક્ર છે કે જેમાં દિવસે કામ કરીને રાતના વિશ્રામ કરે એની જગ્યા પર ઘણી વખત દિવસે તો કામ કરતા જ હોય છે પરંતુ રાત્રિના પણ આરામ મળતો હોતો નથી. જેના પરિણામે સવારે આપણને થાક લાગે છે અને કમજોરી મહેસૂસ થવા લાગે છે.
પરંતુ આપણી બધાની મજબૂરી હોવાને લીધે થાક લાગતો હોવા છતા આપણે જલદીથી જાગીને આપણું પાછુ કામ શરૂ કરી દઈએ છીએ. પરંતુ જણાવી દઈએ કે આવું કરવું તે શરીરના સ્વાસ્થ્ય માટે ઘણી સમસ્યાઓને નોતરી શકે છે, આથી સૌથી સારું એ જ છે કે આવુ કરવાનું ટાળવું જોઈએ, તેમજ આ સમસ્યાને લગતા ઉપાયો પણ કરવા જોઇએ જેનાથી છુટકારો મળે.
ડોક્ટરની સલાહ માની હતો 6 થી 7 કલાક સુધી દરેક પુખ્ત વયના માણસને સૂવું જોઈએ. આવો કરવાથી જ આખા દિવસમાં શરીર સ્વસ્થ રહે છે અને આપણા માથા મા વ્યવસ્થિત રીતે કામ થતું રહે છે. અને સાથે સાથે આરામ કરવો પણ જરૂરી છે, આથી સમય થાય ત્યારે આરામ લેવો ખૂબ જરૂરી છે.
પરંતુ ઘણી વખત આપણે પૂરતી નીંદર લીધા પછી પણ થાક મહેસૂસ કરતા હોઈએ છીએ જેના ઘણા કારણ હોઈ શકે છે જેમ કે અનિદ્રા એટલે કે પૂરતી નીંદર ન થવી, અવ્યવસ્થિત ભોજન, અનિયમિત દિનચર્યા, શરીરમાં વધુ પડતું એસિડ બનવું, અથવા કોઈ બીજી લાંબી બીમારી વગેરે. પરંતુ આનાથી છુટકારો મેળવવા માટે અને આખા દિવસ તાજગી મેળવવા માટે અમુક ઉપાયો કરવા જોઈએ.
અમુક સ્વાસ્થ્યના વિશેષજ્ઞોનું સ્વસ્થ રહેવા માટે રાતના પૂરતી નીંદર લેવી જોઈએ એટલે કે ઓછામાં ઓછું છ થી સાત કલાકની નિંદ્રા લેવી જરૂરી છે. અને આનાથી ઓછી નિંદ્રા લેવામાં આવે તો શરીરના સ્વાસ્થ્ય પર તરત પ્રભાવ જોવા મળે છે. અને સાથે-સાથે રાતના યોગ્ય સમય પર સૂઇ જવું પણ જરૂરી છે, કારણકે જો એક નિશ્ચિત સમય પર સૂવાની આદત ન પાડીએ તો તેની આપણા સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર પડે છે. એથી ઊલટું જો નિયમિત પણે નિશ્ચિત સમયે સુઇએ તો તેનો સ્વાસ્થ્ય પર સ્વસ્થ પ્રભાવ પડે છે અને સવારે જાગતાની સાથે આપણને સારુ મહેસુસ થાય છે, અને તાજગી લાગે છે.
જેટલી નીંદર જરૂરી છે તેટલા જ વ્યાયામ પણ જરૂરી છે, એટલે કે જો જિમમાં જવા માટે ટાઈમ ના હોય તો ઘરે પણ કસરત કરી શકાય છે, હળવી કસરતો કરવાથી આખા દિવસ દરમિયાન તમે ઊર્જાવાન રહો છો. અને આપણા શરીરનું અંદર નુ લોહી પરિભ્રમણ સરખી રીતે કામ કરે છે જેથી આપણા સ્વાસ્થ્ય પર કોઈ આડઅસર થતી નથી અને થાક લાગતો નથી.
આ તમને સાંભળવામાં અજુગતું લાગશે પરંતુ જો સવારે ઠંડા પાણીથી ને આવા માં આવે તો આપણી અંદર રહેલા લોહીનું પરિભ્રમણ ઠીક રીતે થવા લાગે છે અને આપણને એક અલગ જ પ્રકારની સ્ફૂર્તિ મળે છે. જેનાથી આપણો થાક દૂર થાય છે અને આપણા તંત્રિકા તંત્ર માટે પણ આ એક લાભદાયી સાબિત થઇ શકે છે. અને આવું કરવાથી આખા દિવસ તમને તાજગી મહેસુસ થાય છે.
Disclaimer- This content is provided for informational purposes only, and is not anyway intended to be a substitute for professional medical advice.