કોરોનાકાળ દરમિયાન ઈસરોએ વધુ એક પ્રક્ષેપણ કર્યું છે. ઈસરોએ ભારતના 42માં સંચાર ઉપગ્રહને ગુરુવારે ISRO દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે. આ ઉપગ્રહ ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને ઈન્ટરનેટ કનેક્ટિવિટીમાં મદદ કરશે. કોરોનાકાળમાં ISRO દ્વારા કરવામાં આવેલું આ બીજું પ્રક્ષેપણ છે.

શ્રી હરિકોટા સ્થિત બીજા પ્રક્ષેપણ સ્થળેથી ગુરુવારે બપોરે 3.41 વાગ્યે PSLV-C50 રોકેટ અંતરિક્ષ માટે રવાના થયું. આ સંચાર ઉપગ્રહ પ્રક્ષેપિત કરવા માટે 25 કલાકનું કાઉન્ટડાઉન બુધવારે થરૂ થઈ ચુક્યું હતું. ધ્રુવિય ઉપગ્રહ પ્રક્ષેપણ યાનનું આ 52મું અભિયાન છે.

આંધ્રપ્રદેશના નેલ્લોર જિલ્લામાં સ્થિત સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્ર(SDSC)ને SHAR પણ કહેવામાં આવે છે. CMS-01, ઈસરોના 42મો સંચાર ઉપગ્રહ છે અને તેને ભારતની મુખ્ય ભૂમિ, અંદામાન નિકોબાર અને લક્ષદ્વીપને કવર કરતા ફ્રિક્વન્સી સ્પેક્ટ્રમના વિસ્તારિત સી બેંડમાં સેવા પુરી પાડવા માટે તૈયાર કરવામાં આવ્યો છે.