જે ઓનલાઈન સિલેબસ ભણાવ્યો તે આધારે તેમની પરીક્ષાઓ રહેશે સરકારે પ્રાથમિક શાળાઓમાં માસ પ્રમોશન આપવાનો . ઇનકાર કર્યો છે . રાજ્યમાં કોરોના કહેર વચ્ચે પ્રાથમિક સ્કૂલો હજુ પણ ફિઝિકલ રીતે શરું નથી થઈ તેવામાં માસ પ્રમોશન માટેના અહેવાલો મીડિયામાં આવ્યા હતા . જોકે રાજ્ય સરકારે આ બાબતે સ્પષ્ટતા કરતા કહ્યું કે મહામારીના કારણે વિદ્યાર્થીઓને માસ પ્રમોશનો . આપવાનો તમેનો કોઈ વિચાર નથી .    
    રાજ્યના શિક્ષણા મંત્રી ચુડાસમાએ કહ્યું હતું કે , આગામી શૈક્ષણિક વર્ગમાં વિદ્યાર્થીઓને પ્રમોટ કરવા પહેલા પરીક્ષાઓ લેવામાં આવશે .  તેમણે આગળ કહ્યું કે , ' ગુજરાતમાં ધો . 1 થી 8 અને 9 તેમજ 11 માં ધોરણના વિદ્યાર્થીઓની પરીક્ષા લેવામાં આવશે અને સ્કૂલોએ જે ઓનલાઈન સિલેબસ ભણાવ્યો તે આધારે તેમની પરીક્ષાઓ રહેશે . ' ચુડાસમાએ અમારા સહયોગી ટાઇમ્સ ઓફ ઇન્ડિયા સાથે વાત કરતા કહ્યું કે , ' જો આખો સિલેબસ કોરોના મહામારીના કારણે ઓનલાઇન ભણાવી ન શકાયો હોય તો વિદ્યાર્થીઓની પરીક્ષા જેટલો સિલેબસ ભણાવવામાં આવ્યો છે.
          તેના આધારે લેવામાં આવશે . ' તેમણે કહ્યું કે , પરીક્ષા લેવા માટેના તમામ વિકલ્પો પર વિચાર કરવામાં આવી રહ્યો છે .