સ્ટાઈપેન્ડમાં 5,000 રૂપિયાનો વધારો કરવાની જાહેરાત કરી હતી. જેના પગલે હવે ઈન્ટર્ન ડોક્ટરોને હવે 18 હજાર રૂપિયા સ્ટાઈપેન્ડ ચૂકવાશે.
રાજ્યમાં કોરોના (coronavirus) કાળ દરમિયાન રાજ્યની સરકારી તેમજ રાજ્ય સરકાર સંચાલિત મેડિકલ કોલેજ માં એમ.બી.બી.એસ ના છેલ્લા વર્ષેમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ રાજ્યની જુદી જુદી કોવિડ હોસ્પિટલમાં  (covid-19 hospital) ઇન્ટર્નશીપ કરતા હતા. આ ઇન્ટનશીપ કરતા ડોકટરો  (Intern Doctors) દ્વારા છેલ્લા ઘણા સમયથી માગણી કરવામાં આવતી હતી. કે તેમને મળતા સ્ટાઈફન્ડ માં વધારો કરવામાં આવે. આ વધારા માટે એમ.બી.બી.એસ ના છેલ્લા વર્ષેમાં અભ્યાસ કરતા ડોકટરો દ્વારા હડતાલ પણ કરવામાં આવી હતી.
ત્યાર બાદ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ડોક્ટરોને સાથે ચર્ચા કર્યા બાદ ઈન્ટન ડોક્ટરોએ પોતાની હડતાલ સમેટી હતી. ત્યારે આજે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સાથે ઇન્ટન ડોક્ટરોએ મિટિંગ કરી તેમને લગતા જુદા જુદા મુખ્ય ત્રણ મુદ્દાઓ અંગે રજૂઆત કરવામાં આવી હતી. જેને લઇને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ કોવિડ સમયે કામ કરતા આ તબીબોને સ્ટાઇપેન્ડ ઉપરાંત વધારાના પાંચ હજાર નામ માનદવેતન નું વધારો કર્યો છે.આ વધારો એ રાજ્યમાં 2 હજાર કરતા વધુ ઇન્ટન ડોકટરો ને એપ્રિલ 2020થી ફેબ્રુઆરી 2021 સુધી ના સમય ગાળાનો મળશે.
આ જાહેરાત કરતા નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે કોરોના ની મહામારી માં તબીબો સારી કામગ્રીરી કરી છે.રાજ્યની સરકારી તેમજ સરકાર સંચાલિત મેડિકલ કોલેજમાં 2 હજાર થી વધુ ડોકટરો ને એક વર્ષનો અનુભવ હાંસલ કરવા ઇન્ટનસીપ કરતા હતા.