Subscribe Us

11 જાન્યુઆરીથી ધોરણ 10 અને 12ની શાળા ખુલશે: શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કરી જાહેરાત

ગુજરાત સરકારના શિક્ષણમંત્રીએ મહત્વની જાહેરાત કરી છે. 11 જાન્યુઆરીથી ધોરણ 10 અને 12 અને પોસ્ટ ગ્રેજ્યુએટ, અન્ડર ગ્રેજ્યુએટ છેલ્લા વર્ષ શિક્ષણ શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. ગુજરાત રાજ્યની તમામ બોર્ડ cbsc બોર્ડ સહિત તમામ બોર્ડને નિર્ણય લાગુ પડશે. કેન્દ્ર સરકારની sop હેઠળ અમલ થશે. તમામ શાળાએ કોરોના ગાઈડ લાઈનનું ચુસ્તપણે પાલન કરવું પડશે.

બધી sop શિક્ષણ વિભાગે સંસ્થાને મોકલી છે. શિક્ષણ મંત્રીએ મહત્વનું નિવેદન આપ્યું છે કે સંચાલકોએ શાળામાં સ્વચ્છતા રાખવી પડશે. થર્મલ ગન સહિત માસ્ક વ્યવસ્થા કરવી પડશે. તમામ વિદ્યાર્થીઓનું તાપમાન પણ ચેક કરવું પડશે.

- ગુજરાતમાં વિદ્યાર્થીઓને નહીં મળે માસ પ્રમોશન

- જેટલું ભણાવીશું તેટલાની પરીક્ષા લઈશું: ભૂપેન્દ્રસિંહ

- 11 જાન્યુઆરીથી ધોરણ – 10, 12ના વર્ગ શરૂ થશે

- UG, PGના છેલ્લા વર્ષનું શિક્ષણ કાર્ય શરૂ થશે

- વિદ્યાર્થીઓએ વાલીઓની સંમતિ મેળવવાની રહેશે

- શાળામાં વિદ્યાર્થીઓની હાજરી ફરજિયાત નથી

- ઓનલાઈન શિક્ષણ પણ ચાલુ રહેશે: ભૂપેન્દ્રસિંહ

- અન્ય ધોરણ શરૂ કરવા અંગે તબક્કાવાર નિર્ણય લેવાશે

- કેન્દ્ર સરકારની SOPનું પાલન કરવામાં આવશે

- સોશ્યલ ડિસ્ટન્સિંગનું પાલન કરાવવાનું રહેશે

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ