Subscribe Us

રાજુલા તાલુકા પંચાયત ખેતીવાડી વિભાગ દ્વારા સોઈલ હેલ્થ કાર્ડ યોજના હેઠળ ધુડિયા આગરિયા ગામે ખેડૂત તાલીમ શિબિર યોજાય

આજ તા-૦૧/૦૧/૨૦૨૧ ના રોજ રાજુલા તાલુકા પંચાયત ખેતીવાડી વિભાગ દ્વારા સોઈલ હેલ્થ કાર્ડ યોજના અંતર્ગત ધુડીયા આગરીયા ગામે ખેડૂત શિબિર નુ આયોજન કરવા મા આવ્યુ હતું આ તકે ધુડીયા આગરીયા ગામના ખેડૂત ભાઈઓ તેમજ ખેતીવાડી વિભાગના ગ્રામસેવક ભજગોતર ભાઈ તેમજ રમેશભાઈ બામણીયા દ્વારા ખેતીવિષયક માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યો જેમાં જમીનના પૃથ્થકરણ માટે જમીનના નમૂના લેવા માટેની કાર્યપદ્ધતિ તેમજ જમીનમાં ખૂટતા પોષક તત્વોની તેમજ જમીન જન્ય રોગો ની વિગતવાર માહિતી આપવામાં આવી સાથે જમીનના પોત મુજબ બિયારણની પસંદ કરવી અને દવા ખાતર જરૂરિયાત મુજબ ઉપયોગ કરી સારુ ઉત્પાદન મેળવી શકાય તે બાબતની વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી ખેતીવાડીના લગતા યોજનાકીય માહિતી વિસ્તૃત મા પુરી પાડવામાં આવી અંતમાં અસ્તવ્યસ્ત દવા ખાતર નો ઉપયોગ ન કરતા સોઇલ હેલ્થ કાર્ડ માં કરેલ ભલામણ મુજબ જ જમીનમાં ખુટતા પોષક તત્વો,દવા,ખાતર નો ઉપયોગ કરવા ખેડૂતો ને ભલામણ કરવામાં આવી હતી.

રિપોર્ટર:અશોક મકવાણા/ રાજુલા

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ