Subscribe Us

રાજુલા તાલુકાના દાતરડી ગામના ગ્રામજનો દ્વારા કર્યો રોડ ચક્કાજામ વાહનોની લાંબી કતારો લાગી...

આજ રોજ રાજુલા તાલુકાના દાતરડી ગામ ના ગ્રામજનો દ્વારા કર્યો રોડ ચક્કાજામ. વાહનોની લાંબી  કતારો થતા પોલીસ દોડી આવી ઘટના સ્થળે ગ્રામજનોને સમજાવવા ના પ્રયાસો કર્યા શરુ. બનાવની હકીકત એવી છે કે વેરાવળ ભાવનગર નેશનલ હાઇવે ફોરટ્રેક રોડનુ કામ છેલ્લા બે વષૅ થી શરુ હોય આજદીન સુધીમા તે રોડનુ કામ અડધુ પણ થયુ નથીને જયા કામ શરુછે ત્યાં ગોકળગતી એ શરુ છે. લોકો ને પારાવાર મુશ્કેલીનો સામનો છેલ્લા બે વષૅથી કરી રહ્યા છે. બીમાર કે પ્રેગનેન્ટ મહિલાઓને તાલુકા મથક સુધી જવામા રસ્તો ખરાબ હોવાના કારણે ડીલેવરી અધવચ્ચે થઇ જાય છે. તાલુકા મથકે પહોચવામા જ્યાં 15 મીનીટનો સમય લાગવો જોઇએ એની જગ્યાએ રોડ ખરાબ હોવાથી 1 કલાક કરતાય વધારે સમય લાગે છે . ઇમરજન્સી દર્દી સારવારના અભાવે મોત ને પણ ભેટે છે . દાતરડી તેમજ આજુબાજુ ના દરેક ગ્રામજનોએ અનેકવાર રજુઆતો કરવા છતા તંત્રની આંખ ઉઘડતી નથી આખરે દાતરડી ગામના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ તેમજ કોગ્રેસના કાર્યકરો તેમજ દાતરડી ગામના સરપંચ સહીતના આગેવાનો સાથે જોડાઇને વેરાવળ ભાવનગર નેશનલ હાઇવે રોડને આજ રોજ રસ્તો અતી ખરાબ હોવાથી ધુડની ડમરીઓ સતત ઉડયા કરતી હોય તેથી રોડ ઉપર વસવાટ કરનાર પરીવારનુ સ્વાસ્થ્ય ઉપર જોખમ તોળાઇ રહ્યુ છે. તેથી ના છુટકે રસ્તો રોકીને લાકો રોડ ઉપર બેસી ગયા છે. રોડ ઉપર વાહનોની લાંબી લાંબી લાઇનો લાગી ગઈ હતી તેની જાણ ડુંગર પોલીસ સ્ટેશનના PSI શ્રીને થતા તેમના સ્ટાફ સાથે દારતડી ગામે દોડી જઇ ને લોકો ને સમજાવવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા. . . રીપૉટ. આતાભાઇ. વી વાઘ. વિકટર. . . રાજુલા

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ