સરકારી હોસ્પિટલ રાજુલા ખાતેથી કોવિડ-૧૯ રસીકરણનો શુભારંભ કરાયો
ગુજરાત સહિત દેશભરમાં કોરોનાને મ્હાત આપવા માટે કોવિડ-૧૯ રસીકરણની શરૂઆત કરવામાં આવેલ છે ત્યારે અમરેલી જીલ્લાની સરકારી હોસ્પિટલ રાજુલા ખાતેથી રસીકરણની કામગીરીનો પ્રારંભ કરવામાં આવેલ જેમાં સવારના ૧૦:૩૦ કલાકે માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદી સાહેબની સ્પીચ દ્વારા ઇનોગ્રેશન કરી રસીકરણ કાર્યક્રમની શરૂઆત કરી
જેમાં અમરેલી માટે ગૌરવસમાન અધિકારી ડૉ.આર.કે.જાટ સાહેબને કોવિશિલ્ડ કોવિડ-૧૯ રસીકરણનો પ્રથમ ડોઝ આપી કામગીરીનો શુભારંભ કરવામાં આવેલ અને ત્યારબાદ 
ફ્રન્ટ લાઈન વોરિયર્સ આરોગ્ય કર્મચારી/અધિકારીને રસીકરણ કરવામાં આવેલ જેમા રાજુલા આઈ.એમ.એ.ના ડૉ.જે.એમ.વાઘમશી & ડૉ.હિતેષ હડિયા સહિતના ડોકટર ગ્રુપ દ્વારા પણ કોવિડ-૧૯ રસી આપી ત્રીસ મિનિટ વેઇટિંગ રૂમમાં ઓબ્જરવેશન પર રાખવામાં આવેલ અને આ રસી સેફ હોવાનુ જાણવા મળેલ છે તેમજ આ રસીનો બીજો ડોઝ ૨૮ દિવસના અંતરે આપવામા આવશે અને જે રીતે સ્ટેટ લેવેલથી રસીનો સપ્લાય મળશે તે રીતે તબક્કાવાર રસીકરણની કામગીરી હાથ ધરાશે.