*દિવ્યાંગ બાળકો માટે અનોખો સેવાયજ્ઞ*
સૌ પ્રથમ તો આ સેવાયજ્ઞ ચલાવી રહેલા આ આહીરના દીકરી કિરણબેન પીઠીયાને નતમસ્તક વંદન કરું છું...
મિત્રો, આપણી ઘરે ફક્ત એક જ દિવ્યાંગ બાળક જન્મે ત્યારે તેમના લાલનપાલન માટે ખૂબ મોટી કસોટી થતી હોય છે ત્યારે આ દીકરી કિરણબેન પીઠીયા 30 જેટલા મંદબુદ્ધિના બાળકોનું ખૂબ સારી રીતે લાલનપાલન કરતાં જોવા મળે છે અને એ પણ કોઈ પણ પ્રકારની ફી લીધા વગર. પોતાનો પિતરાઈ ભાઈ દિવ્યાંગતા ધરાવતો હોવાથી પોતાના મનમાં એક વિચાર આવે છે કે આવા ઘણા વાલીઓ આ બાબતે મુંજવણ અનુભવતા હશે તે બાબત ધ્યાનમાં રાખીને આજથી ચાર વર્ષ પહેલાં વર્ષ 2016માં રાજકોટ જિલ્લાના ઉપલેટા ખાતે ઉડાન એજ્યુકેશન & ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત દિવ્યજ્યોત દિવ્યાંગ સંસ્થાની સ્થાપના કરે છે. પોતાના પતિ પણ દિવ્યાંગ બાળકોના સરકારી શિક્ષક હોવાથી ખૂબ માર્ગદર્શન-મદદ મળી રહે છે. શરૂઆતમાં એકાદ બે બાળકોથી શરૂ કરેલો આ સેવાયજ્ઞ આજે ધીમે ધીમે વટવૃક્ષ બનતો જાય છે અને તે માટે આ દિવ્યાંગ બાળકોના માતા પિતાની ગરજ સારે છે કિરણબેન પીઠીયા...
મંદબુદ્ધિના બાળકો પોતે પોતાના ઘણા કાર્યો જાતે નથી કરી શકતા ત્યારે આ દીકરી આ દિવ્યાંગ બાળકોને સવારે ઉઠીને બ્રશ કરવું, બાથરૂમ જવું, ટોયલેટ જવું, સ્નાન કરવું, કપડાં પહેરવા, વાળ ઓળવવા, નાસ્તો કરવો, પાણી પીવું, રમવું, કસરત કરવી, જમવું, સુવું વગેરે રોજિંદી ક્રિયા માટે આ મંદબુદ્ધિના બાળકોના સર્વાંગી વિકાસ માટે રાત દિવસ પોતાની અને પરિવારની પરવા કર્યા વિના સતત સેવાયજ્ઞ કરી રહ્યા છે ત્યારે આહીરના આ દીકરી કિરણબેન પીઠીયાને વંદન સાથે અભિનંદન...
સમયાંતરે આ બાળકોને પ્રવાસ પર્યટન (એક્સપોઝર વિઝિટ) પણ કરાવવામાં આવે છે અને આ માટે મોટા ભાગનો ખર્ચ પોતાની સંપત્તિ માંથી જ વાપરી સદઉપયોગ કરી રહ્યા છે. હવે ઉપલેટા સ્થિત ઘણા સેવાભાવી વ્યક્તિઓને જાણકારી મળી હોવાથી પોતાના જન્મ દિવસ જેવા અનેક ખુશીના પ્રસંગો આ બાળકો વચ્ચે ઉજવી ડોનેશન પણ આપે છે અને જેના કારણે આ સંસ્થા ધીરે ધીરે પગભર બની રહી છે ત્યારે આપને આ સંસ્થા વિશે વધારે માહિતી જોતી હોય તો સંસ્થાના નંબર 9714536408 પર સંપર્ક કરી શકો છો...
માં સોનબાઈ આપણને સૌને આ દિવ્યાંગ બાળકો પ્રત્યે પ્રેમ, હૂંફ, લાગણી, સહાનુભૂતિનું નિર્માણ કરી સતકર્મ કરવાની ખૂબ શક્તિ આપે એજ પ્રાર્થના સાથે...
જય હો સોનબાઈ
કાળુભાઈ વાઘ (રાજુલા-અમરેલી)
મો.9979523520