રાજુલા ના કોવાયા ગામમાં આજરોજ કિસાન સૂર્યોદય યોજના નો કાર્યક્રમ યોજાયો હતો જેમાં બહોળી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા અને આ યોજના ને ખુલ્લી મુકાઈ હતી. આ તકે અતિથિ વિશેષ તરીકે શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા ઉપસ્થિત રહ્યા હતા મંત્રી શ્રીએ જણાવ્યું હતું ખેડૂતો ને રાતે ખેતર જવું ન પડે ઉપરાંત જંગલી જાનવરો વચ્ચે રહેવું ન પડે તે માટે ગુજરાતની ભાજપ સરકાર દ્વારા આ કિસાન સૂર્યોદય યોજના અમલમાં મૂકી છે. આ વિસ્તારને પણ આમ સમાવી લેવાતા હવે ખેડૂતોને દિવસે પણ વીજળી મળી રહેશે.

આ બાબતે પૂર્વ સંસદીય સચિવ હીરાભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે મારા મતવિસ્તાર રાજુલા જાફરાબાદ ખાંભા ખાતે ખેડૂતોને દિવસે પૂરતી વીજળી મળી રહે તે માટે ગત 23/12/2020 ના રોજ સરકારમાં રજુઆત કરી હતી જેના આનુસંધાને કિસાન સૂર્યોદય યોજના હેઠળ આગામી ટુક જ સમયમાં ખેડૂતોને વીજળી આપવા સરકાર દ્વારા કાર્યવાહી થતા ગુજરાતની ભારતીય જનતા પાર્ટીનો જાહેર આભાર માનું છું. આ તકે મીઠાભાઈ લાખનોતરા પીઠભાઈ નકુમ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.