ઈસબગુલને સ્થાનિક ભાષામાં ‘ઘોડાજીરૂ’ કે ‘ઓથમીજીરું’ પણ કહે છે. ઈસબગુલ એ ‘સિલિમ પ્લાન્ટ’ના દાણાનું ભૂસું છે.ઈસબગુલનો છોડ લગભગ 3 ફૂટ ઉંચો હોય છે. આ છોડના બીજમાં સફેદ રંગની ભૂસી હોય છે . ઇસબગુલન બીજ અને ભૂસીમાંથી મોટી માત્રામાં મ્યુસિલેઝ મળે છે. તે સ્વાદહીન હોય છે અને ભીનાશ મળે ત્યાં ચોંટી જવાનો ગુણ ધરાવે છે.

આયુર્વેદના પ્રાચીનતમ ગ્રંથોમાં ઈસબગુલ નો ઉલ્લેખ થયો છે. આ ગ્રંથો પ્રમાણે તે મૃદુ, પૌષ્ટિક, સ્નિગ્ધ, આંતરડાને સંકોચાવનાર, કફ તથા પિત્તનાશક અને અતિસાર પ્રધાન રોગોમાં ખૂબ જ ઉત્તમ પરિણામ આપે છે. આ ઔષધનો સૌથી મોટો ગુણ એ છે કે તે આંતરડાને સ્નિગ્ધ અને રસાળ બનાવીને અટકી ગયેલા મળને બાંધીને કાઢે છે.
કબજિયાત, હરસ-મસા અને આંતરડાની ગરબડ ધરાવતા દર્દીઓને ઇસબગુલ લેવાની સલાહ આપવામાં આવે છે. તકલીફની તીવ્રતા મુજબ એક સપ્તાહથી લઈને ત્રણ સપ્તાહ સુધી તે લેવામાં આવે છે.ઈસબગુલમાં ફાઈબર ભરપૂર માત્રામાં હોય કોલોસ્ટ્રોલનું લેવલ પણ ઓછું થાય છે. અને હ્રદય સંબંધિત બીમારીઓને દૂર કરવામાં મદદરૂપ બને છે.
સેવનની માત્રા અને પદ્ધતિ:
રોજની બે કે ત્રણ ચમચીની માત્રા પૂરતી છે. તેને પાણી કે દૂધ સાથે મેળવીને રાત્રે સૂતાં પહેલાં પીવામા આવે છે. તે સ્વાદહીન હોવાને કારણે ઘણાં લોકો તેમાં થોડી ખાંડ મેળવે છે. ઈસબગુલ ઝડપથી પાણી શોષતું હોવાને કારણે તેને તરત પીવું જરૂરી છે. તે જાડું થઈ જાય પછી પીવું મુશ્કેલ બને છે.

ઈસબગુલ ખાવાના ફાયદા:
કબજિયાત ને દૂર કરે:
ઈસબગુલનો પાઉડર કબજીયાતને દુર કરે છે. ઈસબગુલના રેશા આંતરડામાં પચતા નથી અને તળેલા પદાર્થ ખુલીને ફૂલી જાય છે અને મળનો નિકાલ ઝડપી કરે છે. કબજિયાતમાં ત્રણ ચમચી ઈસબગુલ ગરમ પાણી કે દૂધ સાથે રાત્રે સેવન કરવાથી ઘણો ફાયદો થાય છે.
કબજિયાતની સમસ્યા થવા પર, ઈસબગુલ ૨ ચમચી, હરડે ૨ ચમચી, બેલના ગુદા ૩ ચમચી વગેરેને વાટીને ચટણી બનાવી લો. સવાર અને સાંજ તેમાંથી એક એક ચમચી ગરમ દૂધ સાથે સેવન કરવાથી ફાયદો થાય છે.

રાત્રે સુતા પહેલા ઈસબગુલનો પાવડર દૂધ સાથે લેવાથી સવારે શૌચ ક્રિયા ખુલીને આવે છે. તેમજ ઈસબગુલને પાણીમાં મિક્સ કરીને તેનું મિશ્રણ બનાવીને તેમાં બદામનું તેલ ભેળવીને પીવાથી ઘણો ફાયદો થાય છે. તેનાથી કબજીયાત દુર થઈને પેટનો દુ:ખાવો પણ દુર થઈ જાય છે.
મોટાપો દુર કરે
ઈસબગુલ રસનો સારો સ્ત્રોત હોવાને કારણે મોટાપાને ઓછો કરે છે. જયારે ઈસબગુલ પેટમાં પહોંચે છે તો પાણીને શોષીને પેટને ભરી દે છે. જેથી વ્યક્તિને ભૂખ ન લાગવાનો અનુભવ થતો રહે છે. અને તે વધારે પડતું ખાવાથી બચે છે.
ઈસબગુલ  પર થયેલા એક અનુસંધાન મુજબ ભોજનના ૩ કલાક પહેલા જે મહિલાઓએ ઈસબગુલનું સેવન કર્યુ, તેના શરીરમાં આહારથી ચરબીનું અવશોષણ ઓછું થયું હતું. એટલે કે એનાથી શરીરમાં ચરબીની સંગ્રહ ઓછો થાય છે. ઈસબગુલ આંતરડામાંથી મળને બહાર કાઢી દે છે. તેથી સંક્રમણ થવાની શક્યતા દુર થઈ જાય છે.
આતરડા  ને લગતા રોગ માં ફાયદો
જુના આંતરડાના સોજાની સમસ્યા માં, 100-100 ગ્રામ વરીયાળી, ઈસબગુલ અને નાની ઈલાયચીને એક સાથે વાટીને પાઉડર બનાવી તેમાં ૩૦૦ ગ્રામ દેશી ખાંડ કે બુરું ભેળવીને કાચની બોટલમાં ભરીને રાખી દો.
આ ચૂર્ણને બે ચમચીના પ્રમાણમાં સવારે નાસ્તો કરતા પહેલા તાજા પાણી સાથે લેવામાં આવે, અને ૨ ચમચી સાંજે ભોજન કર્યા પછી હુફાળા પાણી કે દૂધ સાથે ૭ દિવસ સુધી લેવામાં આવે તો ઘણો લાભ થાય છે. લગભગ ૪૫ દિવસ સુધી આ પ્રયોગ કર્યા પછી બંધ કરી દો. તેનાથી સવારે પેટ સાફ ન થવું, કબજિયાત, જૂની આંવ અને આંતરડાના સોજાનો રોગ દુર થઈ જાય છે.
કોલેસ્ટ્રોલ ઓછું કરવામાં ઉપયોગી: 4-5 ગ્રામ ઈસબગુલનું નિયમિત સેવન કરવાથી કોલેસ્ટ્રોલ નિયંત્રિત રહે છે.
ત્વચા શુષ્કતા: ઈસબગુલ ત્વચા અને શરીરના અવયવોની આંતરિક પટલ પર ક્રિયાશીલ હોય છે. ત્વચા શુષ્કતામાં ઇસબફૂલ પાવડરનો ઉપયોગ મસાજ માટે થાય છે. આ મસાજ શુષ્કતા ઘટાડે છે અને ત્વચાની ગ્લો વધારે છે.
એસિડિટીથી રાહત: આ પેટમાં એસિડના પ્રભાવને ઓછુ કરે છે. એસિડિટી થતા ઈસબગુલને ઠંડા પાણી સાથે ભોજન પછી લો.