અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના પ્રા.આ.કેન્દ્ર ડુંગર ખાતે પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન અંતર્ગત સોશ્યલ ડિસ્ટન્સ અને માસ્ક સાથે એન્ટિનેટલ કેર-સગર્ભા આરોગ્ય તપાસણી કેમ્પનું સુંદર આયોજન કરવામાં આવેલ.જેમા ડુંગર સહિત આજુબાજુના ૧૯ ગામોની સગર્ભા માતાઓના જરૂરી તમામ લેબટેસ્ટ કરી મહુવા 'મધરકેર" મેટરનીટી એન્ડ નર્સિંગ હોમના અનુભવી સ્ત્રીરોગ નિષ્ણાત ડૉ.મહેશ એન.બાંભણીયા દ્વારા તમામ સગર્ભા બહેનોની આરોગ્ય તપાસ કરવામાં આવેલ.આ કેમ્પ દ્વારા ભારત સરકાર દ્વારા ચાલતા પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન અંતર્ગત સગર્ભાઓની સમયસર આરોગ્ય તપાસ કરી વહેલાસર નિદાન દ્વારા સગર્ભા માતાઓના જોખમી પરિબળો ઓળખી કાઢી તેમનુ નિવારણ કરી શકાય તેમજ માતા અને બાળ મરણના પ્રમાણને ઘટાડી શકાય સાથે સાથે ગર્ભમા રહેલા બાળકનો પણ યોગ્ય વિકાસ થઈ શકે અને દેશનું ભવિષ્ય ઉજ્જવળ બને તેવા હેતુથી આ કેમ્પનું આયોજન કરવામાં આવેલ જેમા સગર્ભા બહેનોને લાવવા લઈ જવા માટે ખિલખિલાટ વાહનનો ઉપયોગ કરવામાં આવેલ તેમજ તાલુકા હેલ્થ ઓફિસર ડૉ.એન.વી.કલસરિયા અને ડૉ.એન.કે.વ્યાસ સહિતના સ્ટાફ દ્વારા કૅમ્પને સફળ બનાવવા માટે જરૂરી જહેમત ઉઠાવેલ જે યાદીમાં જણાવેલ છે.
📌અમારા વોટસઅપ ગ્રુપમાં જોડાવો અને મેળવો દરરોજ ના સમાચાર જોડાવા માટે લીંક પર ક્લિક કરો.
  https://chat.whatsapp.com/GlmKBGZw4sP6DWJiXnfJ1N
📌અમારી વેબસાઈટ www. jaheratpoint.com પર દરરોજ અપડેટ જોતા રહો.