અમરેલી જીલ્લાના ચાડીયા ગામના સામાન્ય પાટીદાર ખેડૂત કનુભાઈ ગઢીયા અને દયાબેન ગઢીયાને બે દીકરી અને એક દીકરો સંતાનમાંથી નાની દીકરી ગામમાં પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કરી વધુ અભ્યાસ અર્થે અમરેલી આવે છે ત્યારે બાળપણથી જ ક્રિકેટ રમત પ્રત્યે લગાવ ધરાવતી મનીષા ગઢીયાને સારું પ્લેટફોર્મ મળે છે. અંડર-17 ટીમમાં જિલ્લા તરફથી રમવા જાય છે ત્યારે સ્ટેટ કક્ષાએ તેમની પસંદગી થાય છે અને પોતાનામાં પડેલી પ્રતિભા અકબંધ રાખી સખત મહેનત કરી પોતાના પરિવાર અને ગુજરાત રાજ્યનું નામ રોશન કરે છે. ત્યારબાદ અંડર-19 મહિલા ક્રિકેટ ટીમમાં પણ સિલેક્શન થઈ વધુ સિદ્ધિ હાંસલ કરી ઉમદા રમત રમી નારીપ્રતિભા તરીકે ઉભરી આવે છે. જુદા જુદા રાજ્યમાં 9 વખત નેશનલ કક્ષાએ રમી ચુકેલી આ દીકરી ટૂંક સમયમાં ઝોન કક્ષાએ સિલેક્ટ થઈ આપણી નેશનલ મહિલા ક્રિકેટ ટીમમાં જોવા મળે તો નવાઈ નહીં. ફક્ત સાત વીઘા જમીન ધરાવતા પટેલ સમાજમાં જન્મ ધારણ કરનાર આ દીકરીનું ખોડલધામ સમિતી-કાગવડ તરફથી પણ સન્માન કરવામાં આવ્યું છે ત્યારે હાલ આ દીકરી ઇતિહાસ વિષય સાથે જામનગર ખાતે કોલેજના બીજા વર્ષમાં અભ્યાસ કરી રહી છે અને ગાંધીનગર ખાતે ક્રિકેટની જરૂરી પ્રેક્ટિસ પણ કરી રહી છે. થોડા દિવસો પહેલાં એક મિત્ર દ્વારા મારું ધ્યાન દોરવામાં આવ્યું અને જરૂરી તપાસ કરી ત્યારે જાણવા મળ્યું કે આ દીકરીને દર મહિને પાંચ-દસ હજારનો ખર્ચ થાય છે અને સ્પોન્સર ગોતી રહી છે. આ મહિના માટે તો આપણા ઓનલાઈન ડોનેશન ફંડ માંથી જરૂરી મદદ પહોંચતી કરી રહ્યો છું અને માં સોનબાઈની ઈચ્છા હશે તો દર મહિને મદદ કરવા તૈયારી કરી રહ્યો છું ત્યારે મિત્રો, આપણું અભિયાન આવી અનેક પ્રતિભાઓ માટે જ છે અને એટલે જ વારંવાર આપ સૌ કોઈ પાસે ફૂલ નહીં તો ફૂલની પાંદડી માંગી રહ્યો છું અને ઉતરાયણ પણ નજીક આવે છે અને દાન કરવાનો પણ ખૂબ મહિમા છે ત્યારે ફરી બે હાથ જોડીને આપ સૌ કોઈ સામે મોટી આશાઓ સાથે જોળી ફેરવું છું અને યથાશક્તિ યોગદાન આપવા વિનંતી કરું છું...
માં સોનબાઈ, મનીષા ગઢીયા સહિત દેશની તમામ દિકરીઓનું ઉજ્જવળ ભવિષ્ય નિર્માણ કરે અને સદૈવ ખૂશ રાખે એજ પ્રાર્થના સાથે...
જય હો સોનબાઈ
કાળુભાઈ વાઘ (રાજુલા-અમરેલી)
મો.9979523520