Subscribe Us

ગુજરાતના સુરતમાં પત્ની ભાજપમાં, તો પતિ કોંગ્રેસને સંગ, હવે જામશે ચૂંટણી નો જંગ....

ભાજપના કોર્પોરેટરના ઉમેદવાર મનિષા આહિરના પતિ મહેશ આહીરને કોંગ્રેસના ઘારાસભ્ય પ્રતાપ દુધાતે ખેસ પહેરાવી પક્ષમાં આવકાર્યા હતા . . સુરતમાં મનપા ચૂંટણી પહેલા ભાજપને ઝટકો • ભાજપના ઉમેદવાર મનીષા આહીરના પતિ કોંગ્રેસમાં જોડાયા વોર્ડ નંબર -15 ના ભાજપના ઉમેદવાર છે મનીષા આહીર સુરતમાં મનપા ચૂંટણી પહેલા ભાજપને મોટો ઝટકો લાગ્યો છે . ભાજપના વોર્ડ નં .15 ના ઉમેદવાર મનીષા આહીરના પતિ હવે કોંગ્રેસમાં જોડાઈ જતા ભાજપ માટે કપરી પરિસ્થિતિ ઉભી થઈ છે . ગઈકાલે કોંગ્રેસની સભામાં મહેશ આહીરને કોંગ્રેસના ધારાસભ્ય પ્રતાપ દૂધાતે ખેસ પહેરાવી પક્ષમાં આવકાર્યા હતા .
ભાજપના વોર્ડ નં .15 ના ઉમેદવાર મનીષા આહીર વર્ષોથી ભાજપના સનિષ્ઠ કાર્યકર છે . અને સુરતમાં તેમની એક અલગ ઓળખ પણ છે . પરંતુ રાજનીતિ તો રાજનીતિ જ છે . મનિષા આહિરના પતિ મહેશ આહિરે મતદારોમાં મુંજવણ ઉભી કરી દીધી છે . ભાજપના મહિલા ઉમેદવાર મનિષા આહિર પોતાની પાર્ટી અને પોતાના માટે જોરશોરથી ગલી - મહોલ્લામાં પ્રચાર કરી રહ્યા છે . આવા સમયે તેમના પતિએ કોંગ્રેસના દિગ્ગજ નેતા અને ધારાસભ્ય પ્રતાપ દૂધાતના હાથે કોંગ્રેસનો ખેસ ધારણ કરી લીધો છે . ત્યારે સુરતમાં એક તરફ પત્ની ભાજપ માટે તો પતિ કોંગ્રેસની સભાઓમાં જોવા મળશે .
પોતાના પતિના કોંગ્રેસમાં જોડાવવા અંગે મનિષા આહિરે કહ્યું કે , સૌ કોઈનો બંધારણીય અધિકાર છે . અને કોંગ્રેસમાં જોડાવવા અંગે મહેશ આહિરે કહ્યું કે , હું સત્યની સાથે છું . જો કે , રાજનીતિમાં અને ઘરની બહાર કંઈપણ હશે . પરંતુ ઘરમાં તો હમ સબ એક હૈ . હા ... રાજનીતિમાં આવું ક્યારેક ક્યારેક જોવા મળતું હોય છે . તમામ લોકોની પોતાની સ્વતંત્રતા છે .

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ