રાજ્ય કચેરીના મિશન સ્કૂલ ઓફ એક્સિલેન્સ અન્વયે રાજુલાની પૂજ્ય ભાઈશ્રીની જન્મ ભૂમિ પર રહેલ દેવકા વિદ્યાપીઠ બનશે રાજ્યની પ્રથમ રેસિડેન્શિયલ સ્કૂલ ફોર ગર્લ્સ. અહી મેરિટમાં આવનાર કન્યાઓને મળશે વિના મૂલ્યે સુવિધાજનક શિક્ષણ. દેવકા ખાતેના અદ્યતન અને વિશાળ કેમ્પસમાં બાળાઓને મળશે તમામ સુવિધા. આ માટે અમરેલી જિલ્લાના તથા આજુબાજુના જિલ્લાઓના તાલુકાઓમા ચાલુ શૈક્ષણિક વર્ષમાં ભણતા ધો.5 થી 8ના વિદ્યાર્થીઓને ઓનલાઇન ફોર્મ ભરવાનું રહેશે ત્યાર બાદ એક પરિક્ષા આપવાની રહેશે પરિક્ષા આપ્યા બાદ જો મેરિટમાં એ વિદ્યાર્થિનીઓ આવશે તો તેમને આ વિદ્યાપીઠમાં પ્રવેશ આપવામાં આવશે. ધોરણ 6 થી 12 સુધીમાં કુલ 300 કન્યાઓને આ વખતના નવા સત્રમાં પ્રવેશ આપવામાં આવશે. રાજુલા તાલુકા માટે આ સુવિધા ઘર બેઠા ગંગા સમાન છે .તાલુકાના તમામ વાલીગણ પોતાના સંતાનને જો આ પરિક્ષા આપવવા માંગતા હોય તો 18/03/ 2021 સુધીમાં www.sebexam.org સાઇટ પર ઓનલાઇન ફોર્મ ભરવું જરૂરી છે.ત્યારબાદ પરીક્ષાનું આયોજન કરવામાં આવશે. આ રિઝલ્ટ બાદ એક મેરિટ બનશે અને ત્યારબાદ મેરિટ આધારીત પ્રવેશ આપવામાં આવશે. ધોરણ 6 થી 12 સુધીનું શિક્ષણ તથા અન્ય સુવિધાઓ સમગ્ર શિક્ષા દ્વારા પૂરી પાડવામાં આવશે.આ પરીક્ષા બાદ જો બાળક મેરિટમાં આવશે તો એને રાજુલા મોડેલ સ્કૂલ અથવા કેજીબીવી રાજુલા અથવા દેવકા વિદ્યાપીઠ જેવી સંસ્થાઓમાં પ્રવેશ મેળવી શકશે.રાજુલા તાલુકા તથા અમરેલી જિલ્લામાં વધુને વધુ વિદ્યાર્થીઓ આમાં જોડાઈ અને પોતાનું ભવિષ્ય ઉજળું બનાવી શકશે.આથી સમગ્ર શિક્ષા અમરેલી , તાલુકા પ્રાથમિક શિક્ષણ કચેરી રાજુલા તથા બી આર સી ભવન રાજુલા, રાજુલા તાલુકાને ખાસ આનો લાભ લેવા અનુરોધ કરે છે...જય હો સોનબાઈ