રાજુલા શહેરમાં વેપારી મંડળ ની બેઠક મળી તમામ રાજકીય આગેવાનોની ઉપસ્થિતિ
ત્રણ અઠવાડિયા માટે શનિ રવિ લોકડાઉન નો નિર્ણય કરતા વેપારીઓ
માત્ર જીવંજરૂરિયાત ચીજવસ્તુઓ મળશે

રાજુલા શહેરમાં કોરોના ની ચાલી રહેલી હાડમારી ના પગલે આજરોજ વેપારીઓ તમામ રાજકીય આગેવાનો ની મિટિંગ મળી હતી જેમાં વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા 

આ બાબતે ચેમ્બર ઓફ કોમર્સ ના પ્રમુખ બકુલભાઈ વોરાએ જણાવ્યું હતું કે રાજુલા શહેરમાં વક્રી રહેલા કોરોના ની હાડમારી તેની સાંકળ તોડવા માટે ત્રણ અઠવાડિયા માટે રાજુલા શહેરમાં શનિ રવિ સંપૂર્ણ લોકડાઉન રહેશે જેમાં પેટ્રોલ પમ્પ દૂધ શાકભાજી જીવન જરૂરિયાત ચીજવસ્તુઓ મળશે તેવું વેપારીઓ દ્વારા નક્કી કરાયું હતું 

આ તકે પાલિકા ઉપપ્રમુખ પિન્ટુભાઈ ઠક્કર માયુરભાઈ દવે બીપીનભાઈ વેગડા રવુંભાઈ ખુમાણ જ્યંતિભાઈ જાની સહિતના આગેવાનો વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા