ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ધોરણ -10 અને 12 ના રિપિટરોની પરીક્ષાને લઇને મોટો નિર્ણય લીધો છે . અત્યાર સુધી રિપિટર વિદ્યાર્થીઓ પરીક્ષા લેવાશે કે કેમ તે અંગે અવઢવમાં હતા . જો કે હવે ચિત્ર સ્પષ્ટ થઇ ગયું છે . ગુજ.બોર્ડનાં ધો.10-12નાં રિપિટરોની પરીક્ષા લેવાનો બોર્ડ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે . એટલે કે ધો.10-12નાં ગુજ.બોર્ડનાં રિપિટરોને માસ પ્રમોશન નહીં મળે.

                કેન્દ્ર સરકાર દ્રારા ધો .12 ના પરિણામ માટે ફોર્મ્યુલા જાહેર કરાયા બાદ ગુજરાત સરકારની સૂચનાથી ગુજરાત બોર્ડે પણ ફોર્મ્યુલા જાહેર કરી દીધી છે પરંતુ આ રિઝલ્ટથી સંતોષ ન હોય તેવા વિદ્યાર્થીઓને પરીક્ષાની તક અપાશે કે કે નહી તે બાબતે કોઈ સ્પષ્ટતા કરાઈ નથી.ઉપરાંત ધો .12 ના પરિણામ માટેની પેટર્નમાં ધો .10 ના વિષયો સાથે 12 સાયન્સના વિષયોને કયા જુથ પ્રમાણે કેટલા માર્કસથી ગણવા તે મોટી મુંઝવણ છે .- સા.પ્ર.રિપિટરની લેવાશે પરીક્ષા.આગામી 15 મી જૂલાઇથી લેવાશે પરીક્ષા .