આજ રોજ શ્રી લોક સેવક સંઘ સંચાલિત લોક વિદ્યા મંદિર અને નિવાસી અંધ વિદ્યાલયમાં "મેઘાણી જન્મોત્સવ"ની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સૌ વિદ્યાર્થી ભાઈઓ - બહેનોએ પરંપરાગત વસ્ત્રો પહેરી વેશભૂષા રજૂ કરી હતી.
          શ્રી ઝવરચંદ મેઘાણીની ૧૨૫મી જન્મજયંતિમા અતિથિ વિશેષ તરીકે શ્રી મણીરાજભાઈ કંટારિયા (લોક ગાયક) ઉપસ્થિત રહ્યા હતા. જેઓએ વિદ્યાર્થીઓને મેઘાણીના જીવન કવન વિશે રસપ્રદ વાતો કરી હતી. તેમજ મેઘાણી દ્વારા રચિત સંપાદિત લોકગીત, છંદ, દુહા, લગ્નગીત અને શૌર્યગીત રમઝટ બોલાવી હતી. સૌ વિદ્યાર્થીઓએ રસપૂર્વક મેઘાણીમય બન્યા હતા. આ કાર્યક્રમના અંતે વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમની આભારવિધિ શ્રી હિતેશભાઈ દેસાઈ દ્વારા કરવામાં આવી હતી. સૌ શિક્ષક ભાઈઓ- બહેનોની જહેમતથી કાર્યક્રમ સફળ રહ્યો હતો.