તા.03-09-2021

નરેગા વનીકરણ યોજના હેઠળ શમશાન, સરકારી ઑફિસો પંચાયત તેમજ પ્રાથમિક શાળા ની પરિસરમા ફાજલ જમીનમા અને તેવા વિસ્તારો માં યુવા અગ્રણી અશોક મકવાણા અને છગનભાઇ સોલંકી દ્વારા ચોમાસામાં વૃક્ષારોપણ કરવામાં આવશે
       માત્ર વૃક્ષારોપણ જ નહીં પણ વાવેલા પ્લાન્ટની જાળવણી કરવી દેખરેખ કરવી પાણીચીંચન કરવું અને રોપ નો વાવેતર થી ઉછેર કરવા સુધીના અનેકોવિધ પ્રણ સાથે આ વનીકરણ ધુડીયા આગરીયાના યુવાનો દ્વારા કરવામાં આવશે અને આવનારા દિવસોમાં લોક ઉપયોગી નીવડે તેમ લોકસેવા, ગૌ-સેવા સાથે સારા રોડ રસ્તા,પાણી,શિક્ષણ,રસીકરણ જેવા પ્રશ્નોઍ પણ જાગૃતતા દાખવતા આ યુવાનો દ્વારા ધુડિયા આગરીયા ગામના લોકોને હર હંમેશા ઉપયોગી થવાના માધ્યમ થી આવા જાહેર હિતના કે સામાજિક કાર્યક્રમો માં આ યુવાનો ઍ હંમેશા અગ્રેસર ભૂમિકા ભજાવી છે
       સ્મશાન, સરકારી ઑફિસો પંચાયત તેમજ પ્રાથમિક શાળા ની પરિસર,પડતર જમીન વિસ્તારો માં આ વૃક્ષારોપણ કરવામાં આવનાર છે જેમાં યુવા ટીમ સાથે અમરેલી જિલ્લા કનઝ્યુમર પ્રોટેક્શન એનાલિટીક કમિટીના મહામંત્રી અશોક મકવાણા અને તેમની સાથે યુવા ટીમ જોડાઈ આ વૃક્ષારોપણ કાર્યક્રમને વૃક્ષ જતન આબાદ વતનની નેમ સાથે છોડ નો વાવેતર અને ઉછેર કરવા ભગીરથ કાર્યક્રમ કરી રહ્યા છે અને હાલમાં તોક્તે વાવાઝોડા દ્વારા વધારે પડતું નુકશાન વૃક્ષોમાં થયું હોય અને હાલમાં કોરોના મહામારી દરમ્યાન ઓક્સિજનની પણ જબરી ખોટ ને પુરવા અને વૃક્ષો ને પુનઃ સ્થાપિત કરવાની જરૂરિયાતને ખાળવા આ યુવાનો દ્વારા નાનકડો સતા ભગીરથ પ્રયાસ આવતા દિવસોમા હાથ ધરવામાં આવશે જે ખુબજ લોક ઉપયોગી નીવડશે તેવી અપેક્ષા પણ સેવાઈ રહી છે

રીપોર્ટર :- અશોક મકવાણા