Subscribe Us

“આઝાદી કા અમૃત” મહોત્સવ અંતર્ગત વિશ્વ દિવ્યાંગ દિવસની નિવાસી અંધવિદ્યાલય થોરડી ખાતે ઉજવણી કરવામાં આવી

 

સાવરકુંડલા તાલુકાનાં થોરડીખાતે લોક સેવક સંઘ સંચાલિત શ્રી નિવાસી અંધ વિદ્યાલય થોરડીમાં આજ રોજ દિવ્યાંગ દિવસ ની ઉજવણી કરવામાં આવી જેમાં સવારમાં માધ્યમિક શાળાના સ્ટાફ તથા ૨૦૦ જેટલા સામાન્ય બાળકોને દિવ્યાંગ દિવસ શા માટે ? તેની જાણકારી તથા દિવ્યાંગ શિક્ષણ તાલીમ અને પુનર્વસન વિશે માહિતી આપવામાં આવી હતી.

સાથો સાથ શ્રી નિવાસી અધિ વિદ્યાલયના દિવ્યાંગ બાળકોને સંગીત ખુરશી, ત્રિપગી દોડ, કોથળા દોડ, લીંબુ ચમચી જેવી રમતો રમાડી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં સંસ્થાના ટ્રસ્ટીગણ તેમજ શિક્ષકોએ સાથે રહી બાળકો માટે રમત રમતોનું આયોજન કર્યો હતો જમા દિવ્યાંગ ભાઈઓ બહેનો ભાગ લઇ ઉત્સાહભેર વિશ્વ દિવ્યાંગ દિવસ ની ઉજવણી કરી હતી.



ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ