Subscribe Us

વિદ્યાર્થીઓએ કચરામાંથી ઇલેક્ટ્રિક સ્પોર્ટ્સ કાર બનાવી, એક વખતના ચાર્જિંગમાં 220 કિમી ચાલશે

 

દુનિયાભરમાં અત્યારે ઇલેક્ટ્રિક કારોની ડિમાન્ડ ઝડપથી વધી રહી છે. આ કાર પર્યાવરણ માટે ફાયદાકરક તો છે જ, પરંતુ તેને ચલાવવાનો ખર્ચ પણ ઓછો છે. દુનિયાભરની ઓટોમોબાઇલ કંપનીઓ આ કારને વધારે સારી અને ધુનિક બનાવવામાં લાગેલી છે. ત્યારે વિદ્યાર્થીઓની એક ટીમે કચરાના ઉપયોગ વડે અક ઇલેક્ટ્રિક કાર બનાવી છે. આ વિદ્યાર્થીઓએ સમુદ્રમાંથી કાઢવામાં આવેલા પ્લાસ્ટિક, રિસાઇકલ્ડ બોટલ અને ઘરોમાંથી નિકળતા કચરાનો ઉપયોગ કરીને કારનું નિરર્માણ કર્યું છે.

કચરામાંથી ઇલેક્ટ્રિક કારનું નિર્માણ કરનારા આ વિદ્યાર્થીઓ ટેકનિકલ યુનિવર્સિટિ ઓફ આઇંડહોવનમાં અભ્યાસ કરી રહ્યા છે. કચરામાંથી બનાવેલી આ કારને તેમણે સ્પોર્ટ લૂક આપ્યો છે. ટૂ સીટર કાર છે જેને પીળા કલરથી રંગવામાં આવી છે. વિદ્યાર્થીઓએ આ કારને Luca નામ આપ્યું છે. આ કાર 90 કિમી પ્રતિ કલાકની ઝડપથી દોડી શકે છે. ઉપરાંત એક વખત ચાર્જ કર્યા બાદ તે 220 કિમી સુધી ચાલે છે. 

આ કારને બનાવવા માટે હાઇ પ્લાસ્ટિકનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ પ્લાસ્ટિક ઘરમાં આવતા ઇલેક્ટ્રોનિક અપ્લાઇંસેઝ અને રમકડામાં વપરાતા પ્લાસ્ટિક જેવું છે. ઘરેલુ કચરામાંથી હાર્ડ પ્લાસ્ટિક કાઢીને આ કાર બનાવવાના ઉપયોગમાં લેવાયું છે. આ ઇલેક્ટ્રિક કારના કુશન અને સીટ બનાવવામાં હોર્સ હેયર્સ અને કોકોનટ હેયર્સનો ઉપયોગ કર્યો છે. Lucaને તૈયાર કરવામાં 22 વિદ્યાર્થીઓએ મળીને બનાવી છે. આટલી મોટી ટીમ હોવા છતા 18 મહિનાના સમય બાદ આ કાર તૈયાર થઇ છે. 


ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ