છેલ્લા ઘણાં વર્ષોથી ગૌમાતા ને રાષ્ટ્રમાતા નો દરજ્જો મળે અને સેનામાં જેમ જાતિના નામથી રેજીમેંટ છે તેમ સેનામાં આહીર રેજીમેંટ નું નિર્માણ થાય તે મુદ્દાઓ માટે છેલ્લા ઘણાં વર્ષોથી આહીર અર્જુન આંબલીયા લડત ચલાવી રહ્યા છે . અનેક રજુઆતો છતાં મુદ્દાઓ નો કોઈ હલ ના આવતા 11 જાન્યુઆરી 2021 થી જંતર મંતર દિલ્લી ખાતે ધામાં નાખી અનિશ્ચિત સમય ધરણા પર બેઠા છે . ત્યારે ગુજરાત તથા અન્ય રાજ્યોમાં થી દરેક સમાજના લોકો , સાધુ સંતો , સંસ્થાઓ , સંગઠનો નું ખૂબ સમર્થન મળી રહ્યું છે .
ત્યારે આ લડત ના સમર્થન માં 18 ફેબ્રુઆરી ના રોજ જૂનાગઢ જિલ્લા ના માળીયા હાટીના તાલુકા ના ભંદુરી મુકામે એક સભા મળી હતી જેમાં આજુબાજુ ગામો ની ગૌશાળા ના પ્રમુખો અને જુદા જુદા સંસ્થાઓ અને સંગઠનો ના પ્રતિનિધિઓ એ હાજરી આપી હતી અને આ લડત ને તન , મન , ધન , થી જાહેર સમર્થન આપવામાં આવ્યું હતું . જેમાં જન અધિકાર મંચ ના પ્રવીણ રામ , આહીર એક્તા મંચ ના રાજુ બોરખતરિયા , આહીર ગૌરક્ષક સંઘ ના સંજય ચેતરીયા આહીર યુનિટી ના ગોવિંદ ચોચા , અડીખમ આહીર સેવા સમાજના રાહુલ ચોચા , ભંદુરી ગૌશાળા સમાજના નયન જીવાણી , બ્રહ્મચારી બાપુની જગ્યા ના પૂજારી રાજુભાઇ વગેરે ઉપસ્થિત રહ્યા હતા . 
આવતિ 21 ફેબ્રુઆરી ના રોજ # ગાયમાતા રાષ્ટ્ર માતા અને # આહીર રેજિમેન્ટ હેરસ્ટેગ સાથે ટ્વીટર પર ટ્રેન્ડ કરી સરકાર સુધી આ લડત પહોંચાડવા પ્રયાસ કરવામાં આવશે તે માટે સોશિયલ મીડિયા વાપરતા લોકો ને આહવાન કરવામાં આવ્યું .. અને આવનાર સમયમાં ગુજરાત ના દરેક સંગઠનો ની એક કમીટી તૈયાર કરી ગુજરાત ના દરેક જિલ્લાઓ માં એક અવાજે આવેદનપત્ર આપી આ રાષ્ટ્રહિત ની લડત માં કોઈ મોટું આંદોલન ઊભું ના થાય તે માટે સરકાર શ્રી ને વહેલી તકે ઘટતું કરવા આવેદનપત્રો આપવામાં આવશે .