ભાજપ પ્રદેશ પ્રમુખશ્રી સી આર પાટીલ સાહેબ ના આદેશ થી જિલ્લા ભાજપ પ્રમુખશ્રી કૌશિકભાઈ વેકરિયા અને જિલ્લા ઈન્ચાર્જ નારણભાઈ કાચડિયા, જે વી કાકડીયા, હીરાભાઈ સોલંકી ના માર્ગદર્શન થી આવનારી જિલ્લા અને તાલુકા પંચાયત ની( સ્થાનીક સ્વરાજ) ચૂંટણી અંતર્ગત પૂર્વ મંત્રી બાવકુભાઈ ઊંધાડ, ડિરેક્ટર ગુજરાત રાજ્ય હોમયોપેથીક મેડિકલ બોર્ડ ના ડો. હિતેષ બી હડિયા આ બંન્ને ને રાજુલા તાલુકા ઇન્ચાર્જ તરીકેની જવાબદારી સોંપવામાં આવી. આ સોંપવામાં આવેલ આ જવાબદારી ને હિરાભાઈ સોલંકી, મહેશભાઈ કસવાળા,જીજ્ઞેશભાઈ પટેલ ,ચેતનભાઈ શિયાળ, વલકુંભાઇ બોસ, પીઠાભાઈ નકુમ, સુકલભાઈ બલદાનીયા, જીલુભાઈ બારૈયા, હરસુરભાઈ લખનોતરા, પરેશભાઈ લાડુમોર, ભોળાભાઈ લાડુમોર, પ્રતાપભાઈ, દાદભાઈ વરૂ, ભોળાઆતા હડિયા, વિનુભાઈ તારપરા, મનુભાઈ ધખડા વગેરે ભાજપ ના આગેવાનોએ આ નિમણુંક ને વધાવી અને અભિનંદન આપ્યા