પાત્રતાના માપદંડ

·         હાલમાં વાર્ષિક આવક મર્યાદા ગ્રામ્ય વિસ્તાર માટે રૂ. ૧,૨૦,૦૦૦/- અને શહેરી વિસ્તાર માટે રૂ.૧,૫૦,૦૦૦/- છે.

સહાયનું ધોરણ

·         સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, આર્થિક રીતે પછાત વર્ગ, લઘુમતી જાતિ, વિચરતી અને વિમુક્ત જાતિના ઇસમોને તેઓનું જીવન ગરિમા પુર્ણ રીતે જીવી શકે અને જાતે જ નાના વ્યવસાયોમાં સ્વરોજગારી મેળવી આર્થિક રીતે આત્મનિર્ભર બને તે માટે માનવ ગરીમા યોજના અમલમાં આવેલ છે.

        માનવ ગરીમા યોજનામાં દરજી કામ, વિવિધ પ્રકારની ફેરી,પંચર કીટ,બ્યુટી પાર્લર, દુધ-દહીવેચનાર,મોબાઇલ રીપેરીંગ વિગેરે જેવા કુલ-૨૮ વ્યવસાય(ટ્રેડ)માં રૂ.૨૫,૦૦૦/-ની મર્યાદામાં વિના મુલ્યે સાધન સહાય (ટૂલ કીટ્સ) આપવામાં આવે છે

રજુ કરવાના ડોક્યુમેંટ

·         આધાર કાર્ડ

·         રેશન કાર્ડ

·         અરજદારનો રહેઠાણનો પુરાવો (વીજળી બિલ/ લાઇસન્સ/ રેશનકાર્ડ)

·         અરજદારની જાતિ/ પેટાજાતિનો દાખલો

·         તાલુકા વિકાસ અધિકારી/ મામલતદાર દ્વારા આપેલ વાર્ષિક આવકનો દાખલો

·         અભ્યાસનો પુરાવો

·         વ્યવસાય લક્ષી તાલીમ લીધેલી હોય તો તેનો પુરાવો

·         બાંહેધરી પત્રક

·         અરજદારના ફોટો

ફોર્મ ડાઉનલોડ કરવામાં અહી ક્લિક કરો .