દેવભૂમિ દ્વારકા જિલ્લામાં લશ્કરી ભરતી મેળાનું આયોજન

ભારતીય લશ્કરમાં ઉજ્વળ અને ગૌરવશીલ કારકિર્દી બનાવવા માંગતા યુવાનો માટે આગામી તારીખ 1/02/2021 થી 15/02/2020 સુધી દેવભૂમિ દ્વારકા જિલ્લાના એન.એચ.ડી.હાઇસ્કુલ ગ્રાઉન્ડ ખાતે લશ્કરી ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.

લશ્કરી ભરતી મેળામાં સોલ્જર જનરલ ડયુટી, સોલ્જર ટેકનીકલ, સોલ્જર ટેકનીકલ (એવિયેશન/ એમ્યુનીશન એક્ઝામિનેશન ), સોલ્જર કલાર્ક, સોલ્જર ટેકનીકલ (નર્સિંગ આસિસ્ટન્ટ, નર્સિંગ આસિસ્ટન્ટ વેટરનરી) અને સોલ્જર ટ્રેડમેન પર ભરતી યોજવાની છે. આ ભરતી રેલીમાં ભાગ લેવા માટે જે ઉમેદવારે વેબસાઇટ પર અગાઉ ઓનલાઈન અરજી કરેલ છે તેમણે પણ ફરી થી ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. આ ભરતી માટે લાયકાત ધરાવતા તમામ ઉમેદવારો ને ઈ મેલ મારફતે કોલલેટર મોકલવામાં આવશે. જેથી અરજી કરેલ તમામ ઉમેદવારોએ ઓનલાઈન અરજી દરમિયાન દાખલ કરવામાં આવેલ ઈમેલ ચેક કરતા રહેવું. લશ્કરી ભરતી માં ફરજિયાત એફિડેવિટ રજૂ કરવું પડશે અને જે ઉમેદવારો ભાગ લેવા માટે ઉપસ્થિત રહેશે તે ઉમેદવાર કોરોના નું સરકારી હોસ્પિટલના ચિકિત્સક દ્વારા પ્રમાણિત કરેલું 72 કલાક પહેલા નું પ્રમાણપત્ર સાથે લાવવું ફરજિયાત રહેશે. વધુ માહિતી માટે રોજગાર કચેરી જામનગર નો સંપર્ક કરવા યાદીમાં જણાવ્યું છે.


ફોર્મ ભરવા તથા વધુ વિગતો માટે : https://joinindianarmy.nic.in/ પર ક્લિક કરો