પાત્રતાના માપદંડ

·  આવક મર્યાદાનું ધોરણ ગ્રામ્ય વિસ્તાર માટે રૂ.૧,૨૦,૦૦૦/- તથા શહેરી વિસ્તાર માટે રૂ.૧,૫૦,૦૦૦/- છે.

·     યોજનાનો લાભ કુટુંબની પુખ્તવયની બે કન્યા સુધીના લગ્નપ્રસંગે આપવામાં આવે છે.

સહાયનું ધોરણ

·         સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ અને આર્થિક પછાત વર્ગોની કન્યાઓના લગ્ન પ્રસંગે     થતા ખર્ચમાં મદદરૂપ થવા માટે કન્યાના નામે રૂ.૧૦,૦૦૦/-ની સહાય ચેકથી ચૂકવવામાં આવે છે.



·         લગ્ન થયાના બે વર્ષની અંદર સહાય મેળવવા અરજી કરવાની હોય છે.

રજુ કરવાના ડોક્યુમેંટ

·         કન્યાનું આધાર કાર્ડ

·         કન્યાના પિતા/વાલીનું આધાર કાર્ડ

·         સક્ષમ અધિકારીશ્રી પાસેથી મેળવેલ કન્યાની જાતિનો દાખલો

·         સક્ષમ અધિકારીશ્રી પાસેથી મેળવેલ યુવકની જાતિનો દાખલો

·         અરજદારનો રહેઠાણનો પુરાવો (વીજળી બિલ, લાઇસન્સ , ભાડાકરાર, ચુંટણી કાર્ડની નકલ)

·         કન્યાના પિતા/વાલીની વાર્ષિક આવકનો દાખલો

·         કન્યાની જન્મ તારીખનો પુરાવો

·         યુવકની જન્મ તારીખનો પુરાવો

·         લગ્ન કંકોત્રી

·         લગ્ન નોંધણી પ્રમાણપત્ર

·         બેંક પાસબૂક/ રદ કરેલ ચેક (યુવતીના નામનું)

·         કન્યાના ફોટો