જીલ્લા ભાજપ મહામંત્રી નરેન્દ્રભાઇ ફિંડોળીયા ના અધ્યક્ષ સ્થાને ડેડાણમાં યુવા સરપંચ નટુભાઈ રાઠોડ ના નિવાસ સ્થાને બેઠક મળી 

ભાજપના નવા પ્રદેશ પ્રમુખ નિમાયા બાદ જીલ્લા ના માળખા ને મજબૂત બનાવવા જીલ્લા ભાજપ પ્રમુખ અને જીલ્લા ના માળખા ની રચના કર્યા બાદ હવે તાલુકાના સંગઠન માળખાં થી હવે દરેક બુથ મા પેજ પ્રમુખ ની કામગીરી નો પ્રારંભ કર્યો છે જેમાં ખાંભા તાલુકાના ડેડાણ મા જીલ્લા ભાજપ મહામંત્રી નરેન્દ્રભાઇ ફિંડોળીયા જીલ્લા યૂવા ભાજપ પ્રમુખ આનંદ ભટ્ટ તાલુકા ભાજપ પ્રમુખ વિપુલભાઈ શેલડીયા તેમજ તાલુકા ભાજપ ઉપપ્રમુખ નટુભાઈ રાઠોડ. અશોકભાઈ કોટીલા. તેમજ ભાજપના આગેવાનો કાર્યકર્તાઓની એક મિટિંગ બોલવામાં આવી હતી જેમાં દરેક બુથ મા પેજ પ્રમુખ ની નિમણૂક કરી તમામ ગામોના બુથ મા ભાજપ દ્વારા પેજ પ્રમુખ બનાવવા ની સંગઠન ની કામગીરી પૂરજોશમાં કરવામાં આવશે ભાજપ ની સંગઠન પર પકડ અને દરેક બુથ સુધી કાર્યકર્તા ની ફોજ સક્રિયતા આવનારા દિવસોમાં સફળતા અપાવશે તેવું તાલુકા ભાજપ પ્રમુખ વિપુલભાઈ શેલડીયા જીલ્લા મહામંત્રી નરેન્દ્રભાઇ ફિંડોળીયા જણાવ્યું હતું

રીપોર્ટ ભરત લાખણોતરા ખાંભા