રાજુલા તાલુકામાં આવેલ દિવાળી બા હોસ્પિટલ માં જોબ કરનાર ડૉ કમલેશભાઈ હડિયા જેઓ કન્સ્લન્સ્ટ ફિઝિયો થેરાપિસ્ટ અને પેઈન મેનેજમેન્ટ ના ડૉ છે તેની હાલ ચાલી રહેલી કોરોનની મહામારી માં પોતે પોતાનો કે પોતાના પરિવાર નો વિચાર કર્યા વિના રાત દિવસ દિવાળી બા હોસ્પિટલ માં મહેનત કરે છે તે જોતા રેન્જ ડીઆઈજી સર મનીષ વર્મા દ્વારા પ્રશંસા પત્ર સારૂ કામ કરવા બદલ એનાયત કરવામાં અવ્યો. જે આજ ના જમાના માં દર્દી દેવો ભવ ની ભાવનાથી કામ કરનાર ડૉક્ટર ને ઘણી પ્રેરણાદાયી બની રહેશે.
 દિવાળી બા હોસ્પિટલ અને આહિર સમાજ અને રાજુલા માં વસતા તમામ લોકો નું ડૉ કમલેશભાઈ હડિયાએ નામ રોશન કર્યું તે બદલ દિવાળી બા હોસ્પિટલ ના ડૉ હિતેષભાઇ હડિયા તથા સમગ્ર આહીર સમાજ વતી ખુબ ખુબ અભિનંદન આવી રીતે માતા-પિતા તથા સમાજનું નામ રોશન કરતા રહો તેવી દ્વારકાધીશ ને પ્રાર્થના.