Subscribe Us

P.T.C પરીક્ષા માં સમગ્ર ગુજરાત માં 4 નંબર મેળવતી આહીર સમાજ ની દીકરી..

તાજેતર માં p.t.c નું પરિણામ જાહેર થતા જાફરાબાદ ના હેમાળ ગામની આહીર સમાજ ની દીકરી જશુબેન માણસુરભાઈ વાઘ 92.33 PR સાથે સમગ્ર ગુજરાતમાં 4 નંબર મેળવી સમગ્ર ગુજરાતના તેમજ જાફરાબાદ પંથકના આહીર સમાજનું નામ રોશન કર્યું.જશુબેને 1થી 12 ધોરણ ગામડા માં જ અભ્યાસ કર્યો ત્યારે બાદ આગળ નો અભ્યાસ p.t.c બાબાપુર, અમરેલી ખાતે કર્યો.આ દીકરીએ આહીર સમાજ નું ઝળહળતું પરિણામ લાવી અનેપોતાની સ્કૂલ, કોલેજ ,માતા પિતા તેમજ સમગ્ર આહીર સમાજ ની એક આગવી ઓળખ ઊભી કરી છે.. જશુબેન તેમજ તેમના માતા પિતા ને જાફરાબાદ તાલુકા આહીર એકતા મંચ ના પ્રમુખશ્રી નિલેશભાઈ કલસરિયા,ઉપ પ્રમુખ દુલાભાઈ વાઘ, મહામંત્રી બીજલભાઈ વાવડીયા તેમજ સમગ્ર આહીર એકતા મંચ જાફરાબાદ ટીમ દ્વારા ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા..

ભરત લાખણોતરા ખાંભા

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ