પાલનપુર: કોરોનાની મહામારીમાં યુવાનો નવી-નવી ખેતી તરફ વળ્યાં છે. ત્યારે બનાસકાંઠાના એક ખેડૂતે ગુજરાતમાં પહેલીવાર જીરેનિયમ ઓઈલની ખેતી કરી છે જેની ચર્ચા ફક્ત બનાસકાંઠામાં જ નહીં પણ સમગ્ર ગુજરાતમાં થવા લાગી હતી. હાલમાં ખેડૂત એક લીટર તેલમાંથી અંદાજે 13 હજાર રૂપિયાની કમાણી કરી રહ્યો છે. આ ઉપરાંત અન્ય ખેડૂતો પણ આ ખેતી તરફ વળે અને ખેતીમાંથી વધુ કમાણી કરે તેવી યુવાન ખેડૂતો અન્ય ખેડૂતોને સલાહ આપી હતી.

આપણા દેશમાં જીરેનિયમની ખેતી પંજાબ, મહારાષ્ટ્ર્, હરિયાણા, ઉત્તર પ્રદેશ અને હિમાચલ પ્રદેશ જેવા રાજ્યોમાં વધુ થાય છે. જીરેનિયમની ખેતી મોટા ભાગે વિદેશમાં થતી હોય છે અને તેની માંગ પણ બહારના દેશમાં સૌથી વધારે છે. ત્યારે ગુજરાતમાં એક માત્ર એવા ડીસાના પ્રગતિશીલ ખેડૂતે જીરેનિયમની ખેતી શરૂ કરી હતી અને અન્ય ખેડૂતોને પ્રેરણા પુરી પાડી રહ્યો છે. ડીસાના ભોંયણ ગામે રહેતા શ્રીકાંતભાઈ પંચાલે અભ્યાસમાં ખાલી ગ્રેજ્યુએશન કરેલું છે. હાલ તેમની જોડે સાત વીઘા જમીન છે.

નાની ઉંમરે શ્રીકાંતભાઈએ પહેલીવા ગુજરાતમાં જીરેનિયમની ખેતી કરી છે. 2019માં બે વીઘામાં જીરેનિયમ ઓઈલની ખેતી કરવાની શરૂઆત કરી હતી. પરંતુ સંપૂર્ણ જાણકારી ન હોવાથી તેમને ખૂબ જ મુશ્કેલી પડી હતી. પરંતુ ડીસાના જાણીતા ડો.યોગેશભાઈ પવાર પાસેથી સંપૂર્ણ જાણકારી મેળવી હતી ત્યાર બાદ એવું ઉત્પાદન થયું હતું ત્યાર બાદ શ્રીકાંતભાઈએ અન્ય સાત વીઘા જમીનમાં જીરેનિયમની ખેતી કરી હતી.

જેમાં તેમને વાવણી તેમજ પ્લાન્ટ સહિત કુલ 10 જેટલો ખર્ચો કર્યો હતો. શ્રીકાંતભાઈએ પોતાના ખેતરમાં જીરેનિયમ પાકમાંથી ઓઈલ કાઢવાનો પ્લાન્ટ પણ બનાવ્યો છે. જે પ્લાન્ટમાં તેમને જીરેનિયમ પાક કટિંગ કરી તેમાં પ્રોસેસ કરી ઓઈલ કાઢવામાં આવે છે અને ત્યાર બાદ બજારમાં આ તેલ વેંચતા હાલ શ્રીકાંતભાઈને એક લિટરના અંદાજે 13 હજાર રૂપિયાની કમાણી થઈ રહી છે. જીરેનિયમની ખેતી ખેતરમાં ત્રણ વર્ષ સુધી રહે છે અને એક વર્ષમાં ત્રણ વાર તેને કટીંગ કરવામાં આવે છે. એક ટનમાં એક લીટર ઓઈલ નીકળે છે.
જીરેનિયમ ઓઈલની સમગ્ર વિશ્વમાં માંગ છે. જીરેનિયમ ઓઈલનો લીટરનો ભાવ 12થી 14 હજાર રૂપિયા જેટલો હોય છે અને શ્રીકાંતભાઈએ બે વિગામાંથી 4.50 લાખ આવક મેળવી હતી જ્યારે કુલ 7 વીઘામાંથી અંદાજે 10 લાખ રૂપિયાની આવક થઈ રહી હોવાનું જાણવા મળ્યું હતું. ગુજરાતમાં સૌ પ્રથમવાર બનાસકાંઠાના ડીસા તાલુકાના ભોયણ ગામના પ્રગતિશીલ ખેડૂત શ્રીકાંતભાઈએ જીરેનિયમની ખેતી કરી છે. હાલ સારું એવું ઉત્પાદન મેળવી રહ્યા છે શ્રીકાંતભાઈએ કરેલ જીરેનિયમની ખેતી જોવા દૂર દૂરથી ખેડૂતોની લાઈનો લાગે છ. આ ખેતી જોયા પછી અન્ય ખેડૂતો પણ આ ખેતી કરવાનું પ્લાનિંગ કરી રહ્યાં છે.



જીરેનિયમની ખેતીના જાણકાર ડો. યોગેશ પવારે જણાવ્યું હતું કે, આ ખેતી ઓછી આવકમાં થાય છે અને તેમાં પણ સરકાર દ્વારા ખેડૂતોને ખેતી કરવા માટે સહાય આપવામાં આવતી હોય છે. આ ખેતી શિયાળામાં કરવામાં આવે છે અને ત્યાર બાદ તેને ચાર વર્ષ સુધી તેનું વાવેતર ખેતરમાં ટકી રહે છે.

જીરેનિયમની ખેતીના જાણકાર ડો. યોગેશ પવારે જણાવ્યું હતું કે, આ ખેતી ઓછી આવકમાં થાય છે અને તેમાં પણ સરકાર દ્વારા ખેડૂતોને ખેતી કરવા માટે સહાય આપવામાં આવતી હોય છે. આ ખેતી શિયાળામાં કરવામાં આવે છે અને ત્યાર બાદ તેને ચાર વર્ષ સુધી તેનું વાવેતર ખેતરમાં ટકી રહે છે.

આજના ખેડૂતો જે રોજેરોજ પોતાના પાકમાં નુકસાન વીજળી રહેશે તેવા તમામ ખેડૂતોને ડીસા કૃષિ વિજ્ઞાન કેન્દ્રના ડોક્ટરો અન્ય ખેતી તરફ વળવા માટે કહી રહ્યાં છે. ભોયણ ગામના ખેડૂતે જે જીરેનિયમ તેલની ખેતી કરી છે. તેવી ખેતી બનાસકાંઠા જિલ્લાના અન્ય ખેડૂતો પણ કરે અને ખેતીમાંથી ડબલ આવક મેળવે તેવું જણાવ્યું હતું.