તા. 4-1-2021, આજરોજ સાવરકુંડલા તાલુકાના થોરડી ગામે નિવાસી અંધ વિદ્યાલય ખાતે બ્રેઇન લિપિના શોધક લુઇસ બ્રેઇલના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. 

    અંધ વિદ્યાલય થોરડી ના મેનેજીંગ ટ્રસ્ટીશ્રી કાંતિભાઈ પરસાણા, આચાર્યશ્રી હિતેશભાઈ દેસાઈ, સંજયભાઈ પંડ્યા, આરતીબેન જોષી, ભાનુબેન પરમાર તેમજ લોક વિદ્યા મંદિર હાઇસ્કુલના આચાર્યશ્રી અરવિંદભાઈ છોડવડિયા, મેહુલભાઈ બલદાણીયા તથા દિનેશભાઈ કલસરિયાએ સાથે મળીને લૂઈસ બ્રેઈલ ના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી.