Subscribe Us

રાજુલા માર્કટિંગ યાર્ડની પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ પ્રમુખ તરીકે છગનભાઇ ધડુક જ્યારે ઉપપ્રમુખ તરીકે મનુભાઈ ધાખડા વરણી કરવામાં આવી છે.

રાજુલા માર્કટિંગ યાર્ડની ચૂંટણીમાં રાસક્સીભરી ચૂંટણી માં પરિણામ આવ્યું હતુ જેમાં ભાજપ નો ભગવો લહેરાયો હતો કૉંગ્રેસનાં સુપડા સાફ થયા હતા અને પૂર્વ ધારાસભ્ય ની પેનલ નો વિજય થયો હતો. પૂર્વ સંસદીય સચિવ હીરાભાઈ સોલંકી ની ભાજપ પ્રેરિત પેનલ સામે હાલના કોંગ્રેસી ધારાસભ્ય અમરીશ ડેરની પેનલ ઉભી હતી અગાવ કુલ 6 બેઠકો બિનહરીફ થઈ હતી 10 બેઠકો માટે મતદાન થયું હતું ત્યારે આજે પરિણામ આવતા ભાજપ ની પેનલના 10 ઉમેદવારી વિજયી થયા હતા.

જેમાં છગનભાઇ ધડુક પીઠભાઈ નકુમ રમેશભાઈ વસોયા અરજનભાઈ વાઘ સહિતના 10 ઉમેદવારો વિજયી થયા હતા વિજયી થતાની સાથે 16 બેઠકો પર સંપૂર્ણ યાર્ડ ભાજપના ભગવા થી રંગાયું હતું આ વિજયને વધાવવામાં આવ્યો હતો. આજે પ્રમુખ ઉપપ્રમુખ તરીકે ની ચૂંટણીમાં પ્રમુખ તરીકે બિનહરીફ છગનભાઇ ધડુક જ્યારે ઉપપ્રમુખ તરીકે મનુભાઈ ધાખ ડા ની વરણી કરવામાં આવી હતી આ તકે પૂર્વ સંસદીય સચિવ હીરાભાઈ સોલંકી પરેશભાઈ લાડુમોર રવુંભાઈ ખુમાણ દિલીપભાઈ જોશી દિલુભાઈ ધાખ ડા રમેશભાઈ વસોયા જીજ્ઞેશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ