તા. ૦૮ રાજુલા

 રાજુલા તાલુકા પંચાયત નાં પંચાયત નાં પ્રમુખ મીઠાભાઈ લાખણોત્રા તથા તાલુકા વિકાસ અધિકારી શ્રી પી.કે. જોષી નાં અધ્યક્ષ સ્થાને તાલુકા આયોજન ની બેઠક બોલાવવામાં આવી હતી. જેમાં ગ્રામ્ય વિસ્તારમાં પાણીની અછતના પ્રશ્નો ને પ્રાથમિકતા આપવામાં આવી હતી જેમાં પીવાના પાણી માટે બોરવેલ માટે નાણાં ફાળવવામાં આવશે તેમજ પેવર બ્લોક રોડ, સ્મશાન દિવાલ સહિતના વિકાસ કામો માટે રૂ. ૧.૨૫ કરોડ ફાળવવા નું આયોજન કરવામાં આવ્યું છે આ તકે ધારાસભ્ય અંબરીશભાઈ ડેર નાં પ્રતિનિધિ તરીકે જોરુભાઈ મેગળ, જિલ્લા પંચાયત નાં સદસ્ય ગાંડાભાઈ લાખણોત્રા, જે.ડી. કાછડ, કરશનભાઈ ચૌહાણ, વિક્રમભાઈ શિયાળ તથા નાયબ મામલતદાર રાહુલભાઈ ગોહિલ, બાંધકામ શાખા નાં કર્મચારીઓ સહિતના પદાધિકારીઓએ અને સત્તાધિકારી ઉપસ્થિત રહ્યા હતા.